ચિત્રા નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન? કેવું વાવાઝોડું આવશે? કેટલો વરસાદ? અંબાલાલ પટેલે કરી ધબકારા વધારે એવી આગાહી…
ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી હવે ચોમાસુ ધીમે ધીમે વિદાય લઈ શકે છે. દેશના ઉપરી ભાગોમાંથી ચોમાસાની ધીમે ધીમે વિદાયની શરૂઆત થઈ છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાના શરૂઆતના દિવસોમાં દર વર્ષે ચોમાસું વિદાય લેતું હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઈક અલગ છે. જેને કારણે ચોમાસાની વિદાયમાં થોડોક વિલંબ થયો છે. ત્યારે હવે ચોમાસાનું ચિત્રા નક્ષત્ર ક્યારે બેસે? કયું વાહન? કેટલો વરસાદ? કેવું વાવાઝોડું આવશે? તેને લઈને અગાહિકાર અંબાલાલ પટેલ દ્વારા જમીન ફાડી નાખે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
પ્રથમ તમને જણાવી દઈએ કે ચિત્રા નક્ષત્ર ભાદરવા વદ 12ને બુધવાર તારીખ 11/10/2023ના રોજ બેસે છે. સૂર્યનો જ્યારે ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થાય ત્યારે તેનું વાહન ઉંદરનું રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ આખા મહિનાને લઈને આગાહી વ્યક્ત કરી છે. તેમણે ચિત્રા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સાત ઓક્ટોબર પછી ગુજરાતમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે જેને કારણે વાદળવાયું અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચીનના દક્ષિણ ભાગમાં એક મોટુ વાવાઝોડું સક્રિય થયું છે. આ સક્રિય સિસ્ટમ 10 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં આવશે જેને કારણે બંગાળની ખાડી વલોવાતી હોય તેવું બનશે. જેને અસરને કારણે અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર વાવાઝોડામાં રૂપાંતરિત થશે.
અરબી સમુદ્રમાં સક્રિય થતું આ વાવાઝોડું 10 અને 12 ઓક્ટોબરે ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચિત્રા નક્ષત્રની શરૂઆતમાં જ ગુજરાતમાં કંઈક મોટી નવાજૂની થશે તેવું અનુમાન પણ અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે.
ત્યારબાદ 17 અને 18 ઓક્ટોબરે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. અંબાલાલ પટેલ ચિત્રા નક્ષત્રને લઈને આ મોટી ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. હજુ આગામી સમયમાં ચોમાસું કંઈક મોટી નવાજૂની કરી શકે છે. વાવાઝોડાની સિસ્ટમના કારણે છેક દિવાળી સુધી વરસાદ અને છુટા છવાયા ઝાપટા પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો