સૂર્યનારાયણનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ ક્યારે? ક્યું વાહન? કેટલો વરસાદ? શું વાવાઝોડું આવશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આફતનો વરસાદ પડી રહ્યો હતો. જુનાગઢ અને નવસારીમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. આ વર્ષે પુષ્ય નક્ષત્રના શરૂઆતથી જ વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. ત્યારે હવે સૂર્યનો આશ્લેશા નક્ષત્ર પ્રવેશ ક્યારે? કયું વાહન હશે? અને કેવો વરસાદ પડશે તેને લઈને હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા મોટું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ લેખમાં અમે તમને વિગતવાર માહિતી જણાવીશું.
તમને જણાવી દઈએ કે સૂર્ય નારાયણનો આશ્લેશા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 3/8/2023ના રોજ ગુરુવારે બપોરે ત્રણ વાગ્યેને 53 મીનીટે થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન ભેંસનું રહેશે. એવું કહેવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રમાં જો ભારે વરસાદ પડે તો તેની અસરને કારણે આશ્લેષા નક્ષત્રમાં પણ વરસાદનું જોર વરસાદ વધારે હોય છે જેને કારણે આ વર્ષે પણ અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં ભરપૂર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં 2 થી 4 ઓગસ્ટની વચ્ચે પ્રથમ ડિપ્રેશન સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. આ ડિપ્રેશનને કારણે આશ્લેશા નક્ષત્રમાં તોફાની વરસાદનો રાઉન્ડ આવી શકે છે. સાથે અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે બંગાળની ખાડીમાં મોટા વમળો સાથે પવનનું જોર પણ વધી શકે છે. જેને કારણે વરસાદ ઘુમરી મારતો મારતો આવશે. આ નક્ષત્ર દરમિયાન ભેંસનું વાહન હોવાને કારણે જે વિસ્તારોમાં વરસાદ પડશે. ત્યાં તબાહી જ તબાહી જોવા મળશે.
ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે અરબી સમુદ્રમાંથી પણ હવે ઉપરા ઉપરી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે પવન સાથે તબાહી મચાવતો વરસાદ પડી શકે છે. આ વર્ષે ગ્રહોની વિશિષ્ટ સ્થિતિને કારણે સમગ્ર દેશમાં કુદરતી હોનારતો નું પ્રમાણ વધી શકે છે. આ નક્ષત્રમાં સરદાર સરોવર અને ઉકાઈ ડેમ બંને ઓવર ફલો થઈ શકે છે.
અંબાલાલ પટેલની આશ્લેશા નક્ષત્રમાં વરસાદની આગાહી અનુસાર 2 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, દ્વારકા, કચ્છ અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ આગાહીને વધુમાં વધુ શેર કરજો.