વાવાઝોડુ ટકરાશે ત્યારે પવનની કેટલી ગતિ હશે? ચક્રવાત અને વરસાદને લઈને અશોકભાઈ પટેલની તા.13 થી 17 સુધીની આગાહી…
બિપોર જોય વાવાઝોડાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ સાથે ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ હવે હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા પણ તારીખ 13થી 17 જૂન સુધીમાં ચક્રવાત અને વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા બીપોર જોય વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરશે એટલે કે દરિયાકાંઠે ટકરાશે ત્યારે પવનની ગતિ કેટલી હશે તેને લઈને પણ મોટી માહિતી આપી છે. બિપોર જોય વાવાઝોડાને લઈને માહિતી આપતા જણાવ્યું છે કે 15 તારીખ ગુજરાત માટે અતિ ભારે રહી શકે છે. કારણ કે 15 જૂને વાવાઝોડું કચ્છને લાગુ સિંધ વિસ્તારમાં લેન્ડફોલ થઈ શકે છે.
હાલ વાવાઝોડું અતિ સેવિયર સાયકલોનીક સિસ્ટમમાં ફેરવાયું છે. પરંતુ વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરશે ત્યારે તેની ગતિમાં થોડોક ઘટાડો જોવા મળી શકે છે. અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પવનની ગતિ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ તેની પવનની ગતિમાં ઘટાડો જોવા મળશે.
વાવાઝોડાની ઘાતક અસરને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જેને લઈને અશોકભાઈ પટેલે મોટું અનુમાન લગાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા બીપોર જોય વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજ રાત સુધી વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે અને ત્યારબાદ અનુમાનો અનુસાર 15 જૂને આ વાવાઝોડું કચ્છને લાગુ સિંધ પાકિસ્તાન વિસ્તારની આસપાસ લેન્ડ ફોલ કરી શકે છે. વધુમાં તારીખ 13 થી 17 જૂન દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કોસ્ટલ વિસ્તાર, કચ્છના વિસ્તારોમાં માધ્યમ, ભારે અને અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો અને સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. હાલ પવનની ગતી 145 થી 155 કી.મી. અને ઝટકા પવનની ગતી 170 કી.મી.ની છે.