બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સિસ્ટમ ખોરવાતા ગુજરાતમાં તેની શું અસર થશે? કેવો વરસાદ? કેવો પવન? અંબાલાલની નવી મોટી આગાહી…

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ભારે વરસાદે થોડીક રાહત આપી છે. જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ઘણી તબાહી મચાવી છે. ત્યારબાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનામાં ચોથા રાઉન્ડ લઈને મોટી શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમ ખોરવાતા ગુજરાતમાં તેની શું અસર થશે? કેવો વરસાદ પડશે? કેવો પવન રહેશે. તેને લઈને મોટી આગાહી આપી છે.

મોટા આગાહીકાર અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સિસ્ટમ ગઈકાલે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ છે. આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવતા તેની પેટર્ન માં ઘણો બદલાવ જોવા મળ્યો છે. અગાઉ કરેલા આગાહી મુજબ આ સિસ્ટમ ઓરિસ્સા મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં દાખલ થવાની હતી. પરંતુ ડિપ્રેશન બાદ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. જેને કારણે હવે આ સિસ્ટમ ઉત્તર ભારત અને પૂર્વ ભારત તરફ ગતિ કરી રહી છે.

સિસ્ટમ ખોરવાતા અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડને લઈને જણાવ્યું છે કે વરસાદનો આ ચોથો રાઉન્ડ ગુજરાતમાં ઝાપટા અને મધ્યમ વરસાદનો રહી શકે છે. ભારે વરસાદની આ રાઉન્ડમાં કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. બંગાળની ખાડી માંથી વિન્ડ ગજનું એક જોરદાર વહન આવી રહ્યું છે. જે દક્ષિણથી ઉત્તર ગુજરાત થઈને કચ્છના ભાગોમાંથી પસાર થશે અને પાકિસ્તાન તરફ આગળ વધશે. જેને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

વિન્ડ ગજને કારણે 8 થી 10 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. બંગાળની ખાડી માંથી આવી રહેલ આ વિન્ડગજને કારણે તે ભેજવાળું વહન ગુજરાતમાં લઈને આવશે જેને કારણે ચોથા રાઉન્ડ દરમિયાન ફક્ત છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ભારે વરસાદની કોઈ શક્યતા હાલ દેખાઈ રહી નથી. બીજી સિસ્ટમને કારણે આ વિન્ડગજની સિસ્ટમ ખોરવી નાખી છે. જેને કારણે હવે ભારે વરસાદ પડશે નહીં. ફક્ત ચોથા રાઉન્ડમાં છૂટો છવાયોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.

આગામી 48 કલાકમાં વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે તેવું અનુમાન પટેલે વ્યક્ત કર્યું છે. બંગાળની ખાડીમાં સાનુકૂળ પરિસ્થિતિ ન હોવાને કારણે સક્રિય થયેલ તીવ્ર સિસ્ટમ ખોવાઈ ગઈ છે. જેને કારણે હવે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ ઘટી છે. ગુજરાતમાં હવે ચોથા રાઉન્ડ દરમિયાન ફક્ત ઝાપટાનો છૂટો છવાયો વરસાદ પડશે. આ વહન બાદ મઘા નક્ષત્રમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદનો પાંચમો ઘાતક રાઉન્ડ આવશે તેવું અનુમાન અંબાલાલ પટેલે આપ્યું છે. આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *