આશ્લેષા નક્ષત્ર દરમિયાન ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે? શું મેઘતાંડવ થશે? વરાપ ક્યારે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી…

જુલાઈ મહિનામાં આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રમાં ગુજરાત ઉપર જાણે વરસાદી ઘાત પડી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે આશ્લેષા નક્ષત્ર દરમિયાન ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે? શું મેઘ તાંડવ આવશે? વરાપ ક્યારે મળશે તેને લઈને અંબાલાલ પટેલે જીવ તાળવે ચોંટાડે તેવી મોટી આગાહી વ્યક્ત કરી છે. અમે તમને આ લેખમાં આગાહી વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં આગાહી કરતા જણાવ્યું છે કે મંગળ અને બુધ ગ્રહની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે એક પછી એક વરસાદની સિસ્ટમો સક્રિય થતી રહેશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ બંગાળની ખાડીમાં વમળોની સાથે ભારે પવનો ફૂંકાઈ શકે છે. તમને જણાવી દઈએ કે સૂર્યનો આશ્લેશા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 3/8/2003ના રોજ ગુરુવારે બપોરે ત્રણ વાગ્યેને 53 મીનીટે થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન ભેંસનું રહેશે.

એવું કહેવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રમાં જો ભારે વરસાદ પડે તો તેની અસરને કારણે આશ્લેષા નક્ષત્રમાં પણ વરસાદનું જોર વરસાદ વધારે હોય છે જેને કારણે આ વર્ષે પણ અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં ભરપૂર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલની આગાહી અનુસાર ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં ભૂમધ્ય મહાસાગરમાં ત્રણ સ્ટોમ સિસ્ટમ સક્રિય થશે. ઓગસ્ટ મહિનાની 15 તારીખ સુધી આ સિસ્ટમ તબાહી મચાવી શકે છે. જેને કારણે નદીઓમાં પૂર અને જળબંબાકાર થશે.

આ સ્ટ્રોમ સિસ્ટમની અસરને કારણે અરબસાગરનો તમામ ભેજ સક્રિય થશે અને સ્ટ્રોંમ તરફ ખેંચાશે. ઓગસ્ટ મહિનાની આ ગતિવિધિને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં ભૂમધ્ય મહાસાગરના ઉપરના ભાગોમાં વમળો અને ભારે પવન ફૂંકાશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જેને કારણે એકાએક ભેજનું પ્રમાણ વધી જશે અને ગુજરાત ઉપર વરસાદનું ભારે વહન આવી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં આ સિસ્ટમને કારણે ઓગસ્ટ મહિનાની 15 તારીખ સુધી વરસાદ યથાવત રહી શકે છે. હાલ ગુજરાતમાં વરાપ મળશે નહીં સતત વરસાદને કારણે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં લીલો દુકાળ પડવાની પણ મોટી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોના જીવ ટાળવે ચોંટ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *