વરસાદના ચોથા રાઉન્ડમાં કેવો/કેટલો વરસાદ પડશે? શું પૂર અને વાવાઝોડું આવશે? અંબાલાલ પટેલે કરી જમીન ફાડી નાખે એવી આગાહી…
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વરસાદે લીલાલેર કર્યા છે. છેલ્લા 15 દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લોકો અને ખેડૂતો વરસાદથી થોડોક આરામ માગી રહ્યા છે. પરંતુ હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા વરસાદના ચોથા રાઉન્ડને લઈને જમીન ફાડી નાખે એવી આગાહી વ્યક્ત કરી છે. આ આગાહીને કારણે આ જિલ્લાઓમાં બારે મેઘ ખાંગા થવાની શક્યતા આપી છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન અંબાલાલ પટેલ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું રહ્યું છે. ચોમાસાની પેટનમાં આ વર્ષે મોટા બદલાવો જોવા મળ્યા છે. આ વર્ષે ક્યારેય નહીં જોયું હોય તેવું ચોમાસું ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં એક પછી એક મોટા ટીપ ડિપ્રેશન અને વમળો સક્રિય થશે. જેને કારણે રાજ્યમાં વરસાદ સાથે પવનનું જોર એકાએક વધી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના ચોથા રાઉન્ડ તબાહી મચાવી શકે છે. પવનનું જોર વધારે જોવા મળી શકે છે. વરસાદનો આ ચોથો રાઉન્ડ ગુજરાત માટે ભયાનક રહી શકે છે. ગુજરાતીઓએ આવો વરસાદ ક્યારેય નહીં જોયો હોય. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં ભારે વરસાદ પડ્યો છે. 2 થી 8 ઓગસ્ટની વચ્ચે વરસાદનો ચોથો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદના ચોથા રાઉન્ડમાં સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે. 1 થી 8 ઓગસ્ટ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડશે. મહેસાણામાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો જળબંબાકાર બની શકે છે. જેમાં પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. જ્યારે મોરબી, રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે 2 થી 8 તારીખની વચ્ચે ગુજરાતમાં મેઘભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ લઈને આવી શકે છે. આ ડિપ્રેશનની તીવ્રતા એટલી બધી છે કે સમગ્ર ગુજરાતને તરબોળ કરી શકે છે. આ ડિપ્રેશન દરમિયાન પવનનું જોર સૌથી વધારે રહી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 120 કિલોમીટર પ્રતિ કલાકની પૂર ઝડપે પવન ફૂંકાઈ શકે છે.