વરસાદના પાંચમા રાઉન્ડમાં કેવો/કેટલો વરસાદ પડશે? શું પૂર અને વાવાઝોડું આવશે? અંબાલાલ પટેલે કરી જમીન ફાડી નાખે એવી આગાહી…

ગુજરાતમાં આ વર્ષે વાર્ષિક સરેરાશ કુલ 85% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલા વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્રણ દિવસથી વરસાદે આરામ આપ્યો છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદનો નવો પાંચમો ઘાતક રાઉન્ડને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. વરસાદનો નવો પાંચમો ઘાતક રાઉન્ડ ઓગસ્ટ મહિનાની આ તારીખ સુધી ગુજરાતને ધમરોળશે તેને લઈને પણ મોટી માહિતી આપી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદના નવા રાઉન્ડ અને ઓગસ્ટ મહિનાના મધ્યમાં કેવો વરસાદ રહેશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. ગુજરાતમાં વરસાદના નવા ઘાતક રાઉન્ડને લઈને મોટી શક્યતા સામે આવી છે. અંબાલાલ પટેલે જુલાઈ મહિનામાં જ ઓગસ્ટ મહિનાના મધ્યમાં અઠવાડિયામાં બંગાળની ખાડી માંથી એક જોરદાર વરસાદના વહનને લઈને અનુમાન વ્યક્ત કર્યું હતું. ત્યાર બાદ હવે ફરીવાર તેમણે આ માહિતીને મીડિયા સામે શેર કરી છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 થી 23 ઓગસ્ટની વચ્ચે રાજ્યમાં ભારે વરસાદનો પાંચમો રાઉન્ડ આવી શકે છે. વરસાદનું આ ભારે વહન ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક સાથે સક્રિય થતા એક પછી એક સિસ્ટમો ઉત્પન્ન થશે જેને કારણે આગામી દિવસોમાં જળ પ્રલય અને જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે વરસાદનો પાંચમો રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવશે. બંગાળની ખાડી માંથી ઉત્પન્ન થતી સક્રિય સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી ભારે વરસાદ પડી શકે છે. વરસાદના ભારે વાહનને કારણે જળાશયોની સપાટીમાં ધરખમ વધારો થઈ થશે. તો આગામી સમયમાં સરદાર સરોવર ડેમ પણ ભયજનક સપાટી સુધી પણ પહોંચી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાના આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જેને કારણે આ દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં વરસાદનો પાંચમો રાઉન્ડ મહાજળ પ્રલય લાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *