ઓગસ્ટમાં કઈ કઈ તારીખે સિસ્ટમ થશે સક્રિય? કેવો વરસાદ? શું કોઈ મોટી આકાશી આફત આવશે? અંબાલાલે કરી જીવ તાળવે ચોંટાડે એવી આગાહી…

જુલાઈ મહિનામાં આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જુલાઈ મહિનાના વરસાદે જળબંબાકાર કર્યું હતું. ત્યારે હવે ઓગસ્ટ મહિનામાં કઈ કઈ તારીખે સિસ્ટમો સક્રિય થશે? આ સિસ્ટમો કેવી હશે? કેવો વરસાદ પડશે? શું કોઈ મોટી આકાશી આફત આવશે? તેને લઈને હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા સંપૂર્ણ ઓગસ્ટ મહિનાને લઈને જીવ તાળવે ચોંટાડી દે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાની આગાહી કરતા જણાવ્યું છે કે 3 અને 4 ઓગસ્ટમાં ગુજરાતમાં પવનનું જોર એકાએક વધી શકે છે. જેમાં 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા જેવો પવન ફૂંકાશે. અને ત્યારબાદ 8 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોરદાર વાહન આવી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 8 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદને લઈને મોટું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગાહી સમય દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન સાબરમતી, નર્મદા અને તાપી નદી જળસ્તરમાં મોટી માત્રામાં વધારો થશે. સરદાર સરોવર ડેમ અને ઉકાઈ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આ સિસ્ટમ બાદ ઓગસ્ટ મહિનાની 12 13 તારીખની સાથે 16 અને 17 તારીખમાં પણ વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થશે. તેને લઈને મોટી માહિતી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે મઘા નક્ષત્રને લઈને અનુમાન વ્યક્ત કરતાં જણાવ્યું છે કે 17 તારીખ પછી જો આ નક્ષત્રમાં વરસાદ થશે. તો ગુજરાતના કૃષિ પાકને ફુલવા અને ખીલવા માટે સારું માનવામાં આવે છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાને લઈને વધુમાં જણાવ્યું છે કે 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં વરસાદનું જોર ફરી એકવાર વધી શકે છે. તો આ સાથે જ 27 થી 30 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં વરસાદનો એક નવો ઘાતક રાઉન્ડ આવશે. જેમાં ગુજરાતમાં જળબંબાકાર અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

અંબાલાલ પટેલે એકંદરે ઓગસ્ટ મહિનાની 8 ઓગસ્ટને સૌથી ભારે ગણાવી છે. આ દિવસે ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી અને ભુક્કા બોલાવી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં જળ પ્રલય જેવી પણ સ્થિતિ સર્જાશે. અનેક નદીઓમાં ઘોડાપુર આવી શકે છે. ખેડૂતો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ ભારે રહી શકે છે. જો આ મહિનો સંપૂર્ણ વરસાદી રહેશે. તો ગુજરાતમાં અતિવૃષ્ટિ નક્કી છે. અંબાલાલ પટેલની આ આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. આ માહિતીને દરેક ખેડૂત સુધી શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *