હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભયંકર વરસાદને લઈ કરી ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી…
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ થયો છે. આ ત્રીજા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને કારણે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ કડક સૂચના આપવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 તારીખે 18 જુલાઈ સુધી મધ્ય ભારતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજથી 18 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, ભાવનગર, ચોટીલા, હળવદમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અંબાલાલ પટેલની મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસમાં 15 ઇંચ થી વધુ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ પશ્ચિમના વિસ્તારોમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 5થી 8 ઇંચની વચ્ચે ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં 15 જુલાઈ પછી વરસાદની વધુ એક દિવસ સિસ્ટમ સક્રિય બનવાની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા દસ કલાકમાં 77 તાલુકાઓમાં બેથી વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમ સૌથી વધુ જામનગરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદના ધંધુકામાં સાડા ત્રણ ઇંચ મહેસાણામાં વરસાદ પડ્યો છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલ વેલમાર્ક સિસ્ટમને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. તેમની આગાહી અનુસાર અમદાવાદ, ભરુચ, સુરત, વલસાડ, ધમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી, બોટાદ, પોરબંદર, રાજકોટ, જામનગર, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.