ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આપી આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે?, વાચ્યાં વગર ઘરની બહાર ન નીકળતા….
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે આંશિક વિરામ આપ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વરસાદનો પહેલો રાઉન્ડ ગુજરાતમાં સારો વરસાદ લઈને આવ્યો હતો પરંતુ હવામાન વિભાગ દ્વારા પહેલા રાઉન્ડ કરતા પણ બીજા રાઉન્ડમાં વરસાદ ખૂબ જ ખતરનાક હશે. તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. આ દિવસોમાં વરસાદનો બીજો મોટો રાઉન્ડ ગુજરાત તરફ આવી રહ્યો છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ પશ્ચિમ બંગાળના ઉપસાગર માં ભારે સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળશે અને આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેને કારણે હવામાન વિભાગે બીજા મોટા વરસાદના રાઉન્ડ માટે તૈયાર રહેવાનું જણાવ્યું છે આ રાઉન્ડમાં ભારે વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 7 જુલાઈથી 12 જુલાઈની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધી શકે છે. તો આ સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
સુરત, નવસારી, તાપીમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે આ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ તારીખોમાં રાજ્યમાં વરસાદનો બીજો મોટો રાઉન્ડ આવી રહ્યો છે. જે પહેલા રાઉન્ડ કરતા ખૂબ જ ખતરનાક થઈ શકે છે. ઘણા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે જેને કારણે હવામાન વિભાગે મળી ચેતવણી આપી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના જેતપુરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને વાહનચાલકો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા બીજા વરસાદના રાઉન્ડને લઈને મોટી આગાહી આપવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે.