ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ અને અંબાલાલની અલગ-અલગ આગાહી, જાણો કોની આગાહી પડશે સાચી?
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.98 મીટરે પહોંચી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 52,025 ક્યૂસેક થઇ છે. તો હવે આજે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે ફરી વરસાદને લઈ નવી આગાહી કરી છે. પરંતુ બંને અલગ અલગ આગાહીઓ આપી છે. હવે આવનારો સમય નક્કી કરશે કે કોની આગાહી પડશે સાચી.
હવામાન વિભાગે આપેલી વરસાદ અંગેની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક બાદ 18મી તારીખ સુધી રાજ્યનાં અનેક વિસ્તારોમા સારો વરસાદ થવાનું અનુમાન લગાવ્યુ છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે કોણ સાચુ પડે છે.
હવામાન વિભાગ કહે છે કે પાંચ દિવસ ગુજરાતમાં વધારે વરસાદ થવાની કોઇ આગાહી નથી. એકાદ જગ્યાએ સામાન્ય વરસાદ થઇ શકે છે. હાલ ભારે વરસાદ થવાની કોઇ શક્યતા નથી. ગુજરાતમાં ગરમી અંગે તેમણે જણાવ્યુ હતુ કે, વરસાદ તો ઘણો ઓછો થશે પરંતુ ગુજરાતમાં તાપમાન વધશે. એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે.
હાલ માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતમાં 13 ઓગસ્ટ બાદ સતત 5 દિવસ વરસાદ વિવિધ ભાગોમાં તબાહી સર્જી શકે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, 12થી 18 ઓગસ્ટનો રાઉન્ડ પુરો નહીં થાય ત્યાં સુધીમાં વધુ એક પ્રચંડ રાઉન્ડની તૈયારી મેઘરાજા કરી લેવાના છે. ત્યારે જોવાનું એ રહ્યું કે વરસાદ આવશે કે કેમ?
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં એક પણ મોટી સિસ્ટમ બનવાની શક્યતાઓ આપી નથી. ત્યારે અંબાલાલ પટેલે આશ્લેશા નક્ષત્રના અંતમાં અને મઘા નક્ષત્રની શરૂઆતમાં ભારે વરસાદના યોગ દેખાડ્યા છે. બંને નિષ્ણાતો દ્વારા અલગ અલગ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે હવે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. અ માહિતીને વધુમાં વધુ શેર કરજો.