પાકને પાણી ચાલુ કરી દેજો, ગુજરાતમાં ચોમાસું ક્યારે વિદાય લેશે? કેટલો વરસાદ? નવી સિસ્ટમની પરેશ ગોસ્વામીએ કરી વાળ ઉભા કરે એવી આગાહી…
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઇ રહી છે. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. આ આગાહી પ્રમાણે હાલ વરસાદની તીવ્રતા ઓછી થઇ શકે છે. આ સાથે તેમણે વરસાદનો નવો રાઉન્ડ કઇ તારીખથી શરૂ થશે તે અંગેની પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શનિવારે રાતે પોતાની યુ ટ્યુબની ચેનલ પર ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, સાતમી સપ્ટેમ્બરના રોજથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે. આઠ અને નવમી સપ્ટેમ્બરના રોજ પણ વરસાદમાં ઘણો ઘટાડો પણ થશે. બે દિવસ એટલે કે, 8 અને 9 સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતનાં ભાગો એટલે વડોદરાથી લઇને છોટાઉદેપુર, ગોધરા, મહીસાગર, અરવલ્લી, ભરૂચ અને રાજપીપળા સુધીના ભાગો સુધીમાં બે દિવસ વરસાદની શક્યતા રહેશે. બાકી આખા ગુજરાતમાં તો છૂટાછવાયા ઝાપટાં થશે અને એની સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો અનેક વિસ્તારોમાં તડકો પણ નીકળતો જશે.
આ સાથે તેમણે કહ્યુ કે, હવે કોઇ મોટા વરસાદની શકયતાઓ નથી. ભેજના કારણે ક્યાંક ક્યાંક થોડા ઝાપટાં પડે તેવું બની શકે છે. આ વરાપનો માહોલ 13 -14 સપ્ટેમ્બર સુધી જોવા મળશે. જોકે, આ તારીખો બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. જોકે, આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય અને આ વરસાદનાં રાઉન્ડમાં અતિભારે વરસાદની પણ કોઇ શક્યતા નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, હજુ ચોમાસું ઘણું લાંબુ થશે અને તેની વિદાય હાલ થવાનું નથી.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ છે કે, તરફ બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે, જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. જોકે, તે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં માલુમ પડશે, અત્યારથી અનુમાન કરવું થોડું વહેલું છે. જોકે, તેના કારણે 13થી 15 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે.
હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ કે, આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બનશે, આવામાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે કે કેમ તે અંગે વાત કરીને પરેશ ગોસ્વામી કહે છે કે, 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમેત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય થઈ શકે છે.