ગામના પાદરે બોર્ડ મારી દેજો, ગુજરાતમાં આ તારીખે ચોમાસું સંપૂર્ણ રીતે લેશે વિદાય, હવામાન વિભાગે કરી વરસાદના પૂર્ણવિરામની આગાહી…
સપ્ટેમ્બર મહિનામાં દેશના ઘણા વિસ્તારોમાંથી ચોમાસું 2024 વિદાય થશે. આજની આ મહત્વની પોસ્ટમાં ચોમાસું 2024 વિદાય ના સમાચાર અંગેની સંપૂર્ણ ફ્રેશ અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું. જેથી ગુજરાતમાંથી કઈ તારીખથી ચોમાસું વિદાય થઈ શકે? એ અંગેનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.
ચોમાસું વિદાય નું ચિત્ર
મિત્રો હવામાનમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ચોમાસું વિદાય નું ચિત્ર સ્પષ્ટ બને છે. એ અંગેની માહિતી મેળવીએ તો, ઉત્તર ભારતમાં જ્યારે અપર લેવલે અથવા તો સરફેસ લેવલે એન્ટી સાયકલોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થાય છે, ત્યારથી ધીરે ધીરે દેશમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું વિદાય લેતુ જોવા મળે છે. આવી પરિસ્થિતિનું ચિત્ર મોટે ભાગે સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં જોવા મળતું હોય છે.
જ્યારે જ્યારે એન્ટિ સાયકલોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે સરફેસ લેવલે તેમ જ અપર લેવલે ભેજની માત્રા ઉતરોતર ઘટતી જાય છે, હવામાન સુકુ બનતું જાય છે. ટૂંકમાં મિત્રો વાદળ રહિત હવામાનનું ધીરે ધીરે સર્જન થાય છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે જે તે વિસ્તારમાંથી એટલે કે જે વિસ્તારમાં એન્ટિ સાયકલોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થયું હોય છે, ત્યાંથી ચોમાસું વિદાય નું ચિત્ર સામે આવે છે.
ઉત્તર ભારતની વાત કરીએ તો, 10 સપ્ટેમ્બરની આજુબાજુ હવામાન વિભાગના ગ્લોબલ મોડલ મુજબ ઉત્તર પંજાબ લાગુના વિસ્તારોમાં અપર લેવલે એક મજબૂત એન્ટિ સાયકલોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થાય એવા ચિત્રો સ્પષ્ટ જણાઈ રહ્યા છે. એ મુજબ ચોમાસું 2024 વિદાય ના સમાચાર અંગે સ્પષ્ટ વિધાન જોઈએ તો, ઉત્તર રાજસ્થાન તેમજ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોમાંથી 15 સપ્ટેમ્બરની આજુબાજુ ચોમાસું નિશ્ચિત રૂપે વિદાય લેશે.
ગુજરાત અંગેની વાત કરીએ તો, ગુજરાતમાં ચોમાસું 2024 ના વિદાયના સમાચાર અંગે એક લાંબા ગાળાનું અનુમાન કરીએ તો, મિત્રો 20 સપ્ટેમ્બર બાદ ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારો તેમજ ઉત્તર કચ્છના સિંધ લાગુના વિસ્તારોમાંથી ચોમાસું 2024 વિદાય લઈ શકે છે.
ચોમાસું 2024 વિદાય લઈ શકે છે.
ટૂંકમાં મિત્રો ગુજરાતમાંથી ચોમાસું 2024 મુખ્યત્વે 22 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતના ઉત્તરીય ભાગોમાંથી ચોમાસું વિદાય લે એવા સ્પષ્ટ ચિત્રો જોવા મળી રહ્યા છે. છતાં પણ જો આ અરસામાં બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ બનીને ગુજરાતને અસર કરે તો, ચોમાસું વિદાયમાં વિલમ પણ થઈ શકે છે.