ગુજરાતીઓ નક્કી મર્યા સમજો, આ 15 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ મચાવશે તબાહી, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી ખેદાનમેદાન કરે એવી આગાહી…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક ભાગોમાં 1 થી 3 ઈંચ વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે તો નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની વરસી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. આ તરફ જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ તો કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતના અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસર ભારેથી અતિભારે વરસાદ તેમજ પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યાનુસાર, બંગાળની ખાડીનું લો-પ્રેશર નજીક આવતાં લો-પ્રેશર હાલ મજબૂત ડિપ-ડિપ્રેશનમાં ફેરવાયું છે જે ડીપ્રેશન હજુ પણ મજબૂત બનશે. જેના પગલે રાજ્યમાં આગામી સમયમાં આગામી 4 દિવસ હજુ પણ ભારે વરસાદ રહેશે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમજ 29 ઓગસ્ટ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે, તેમ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.આણંદ, નડિયાદ, મોરબીમાં પણ અતિ ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે. સુરેન્દ્રનગર, દ્વારકા પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આવતીકાલે એટલે કે 27 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *