બે-બે વાવાઝોડા ગુજરાત ઉપર ત્રાટકશે, અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી નાખે એવી આગાહી, તાંબાના પત્રમાં લખવું હોય તો લખી લેજો…
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાલ બે દિવસથી કાળજાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ તોફાની ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. ગરમીનો આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગુજરાત પર એક સાથે બે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે જેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 5જૂનથી અરબી સમુદ્રમાં એક ભારે હવાનું દબાણ ઉત્પન્ન થવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું છે કે 4 થી 5 જૂનની વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આંધી અને વંટોળ નું પ્રમાણ વધી શકે છે તો બીજી તરફ અરબી સમુદ્રમાં બીજી એક ભારે હલચલ જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સોમનાથના અને દ્વારકાના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં જે સક્રિય સિસ્ટમ ઉત્પન્ન થવા જઈ રહી છે. આ બંને સક્રિય સિસ્ટમનો માર્ગ કયો હશે તેને લઈને અંબાલાલ પટેલે મોટી માહિતી આપી છે. શું આ ચક્રવાત ગુજરાત પર તબાહી મચાવશે? અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તાજેતરમાં જ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ મોચા વાવાઝોડું બાદ હવે નિષ્ણાતો ફરી એકવાર અરબી સમુદ્રમાં એક સાથે બે વાવાઝોડાના એંધાણો આપી રહ્યા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું છે કે જુના શરૂઆતના ભાગમાં એક વાવાઝોડું ઉત્પન્ન થશે. ખાસ કરીને દર વખતે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થતા વાવાઝોડાની અસર ગુજરાતમાં થતી હોય છે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થતા આ વાવાઝોડાની દિશા ગુજરાત બાજુની રહી શકે છે. અંબાલાલ પટેલે આ માર્ગ વિશે કહ્યું છે કે જો વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફનો અથવા સૌરાષ્ટ્ર તરફનો રહી શકે છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ લાવી શકે છે. તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે તોફાની વાવાઝોડુ ત્રાટકી શકે છે. માર્ગ કોઈ પણ રહી શકે પરંતુ ગુજરાતના દરિયાકાંઠે તેની વિશે જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જેને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી આપી છે. રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન સાથે સારો વરસાદ થવાની શક્યતા રહેશે.