ગુજરાતમાં બે બે વાવાઝોડા મચાવશે તબાહી, તારીખ, સમય અને રૂટ સ્ટેમ્પ પેપરમાં લખી લેજો, અંબાલાલ પટેલે કરી છાતીના પાટિયાં પાડે એવી આગાહી…

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વાતાવરણ સૂકું તો કેટલાક વિસ્તારોમાં તડકા છાયા વાળું જોવા મળી રહ્યું છે, તો સૌરાષ્ટ્રને કેટલાક ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદ અને માવઠા જોવા મળી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. હજુ પણ આગામી સમયમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ અને નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તો આ સાથે અંબાલાલ પટેલે એક સાથે બે બે વાવાઝોડા ગુજરાતમાં તબાહી બચાવશે, જેને લઈને તારીખ સમય અને રૂટને લઈને છાતિના પાટીયા પડે તેવી આગાહી વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટા વાવાઝોડા આકાર લઈ શકે છે. આજથી જ અરબી સમુદ્ર હલચલ જોવા મળી શકે છે. 18 ઓક્ટોબરથી એક લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં મોટું વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સિસ્ટમના કારણે ગુજરાત ઉપર મોટી અસર જોવા મળી શકે છે.

18 ઓક્ટોબરથી સક્રિય થતું આ લો પ્રેશર 22 ઓક્ટોબર સુધીમાં ખૂંખાર વાવાઝોડામાં પરિણમી શકે છે. આ વાવાઝોડું ખૂબ જ મજબૂત હોઈ શકે છે. જે 2018માં આવેલ વાવાઝોડાની યાદ આવશે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. આ વાવાઝોડુ ઉત્તરપૂર્વીય પવનોની ગતિને વધુ તોફાની ગતિમાં રૂપાંતરિત કરશે અને બંગાળના ઉપસાગરનો ભેજ આ સિસ્ટમમાં મળીને એક ખતરનાક વાવાઝોડું બનવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ સિસ્ટમની સાથે સાથે બંગાળની ખાડીમાં પણ 24 ઓક્ટોબરથી એક બીજું વાવાઝોડું સક્રિય થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. એક સાથે બે બે વાવાઝોડાના ખતરો ટોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય થતું વાવાઝોડું ઓમાન તરફ અને ગુજરાત તરફ ફંટાઈ શકે છે. તો આ સાથે જ બંગાળની ખાડીમાં સક્રિય થતું વાવાઝોડું દક્ષિણ ભારતમાં થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સક્રિય થતા વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવે મળી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત માટે આગામી સમયમાં ખૂબ જ ભારે રહી શકે છે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો જેથી તમામ લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *