એસી બંધ કરી દો, આજે ગુજરાતના આ ભાગોમાં વીજળીના કડાકા ભડકા સાથે પડશે મૂશળધાર વરસાદ, હવામાન વિભાગની સુપર આગાહી…

ગુજરાતમાં ચોમાસું બેસતાની સાથે 24 કલાકમાં જ નબળું પડ્યું છે. ત્યારે કાળઝાળ ગરમીમાં થોડો ઘટાડો થયો છે પરંતુ લોકોને હવે બફારો સહન કરવો પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે નૈઋત્યના ચોમાસાએ મંગળવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી ચોમાસું થોડું નબળું પડ્યું છે.

હવામાન વિભાગે બુધવારે કરેલી આગાહી પ્રમાણે આજે ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બુધવારે સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ શાપર, ઢેઢુકી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો, ત્યારે પહેલીવાર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થતા લોકોને ઠંડકનો અહેસાસ થયો. દિવસભરના ભારે બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો થઈને વરસાદ થયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *