ગુજરાતનો આ ભાગ થશે સાફ, તેજ વાવાઝોડું મચાવશે તબાહી, સ્ટેમ્પમાં લખી લેજો, અંબાલાલ પટેલે કરી ધોતિયાં ફાડે એવી આગાહી…
ગુજરાતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ઘણી મોટી ઉથલપાથલ જોવા મળી છે. ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાત ઉપર બીપોર જોય નામના વાવાઝોડાનું મહા સંકટ આવ્યું હતું અને ત્યારબાદ ચોમાસામાં પણ વરસાદની અનિયમિતતાને કારણે ગુજરાતના ખેડૂતો અને જનતાને મોટી માત્રામાં નુકસાની જોવા મળી છે. ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી છે. પરંતુ ગુજરાત ઉપર ફરી એકવાર તેજ નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતના આ ભાગમાં વાવાઝોડું તબાહી મચાવી શકે છે. જેને લઇને અંબાલાલ પટેલ દ્વારા ધોતિયા ફાડે તેવી આગાહી વ્યક્ત કરી છે.
આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આજે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આજથી જ અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી છે. આ હલચલને કારણે 18 તારીખે સાંજ સુધીમાં એકલો પ્રેશર સિસ્ટમ બનશે છે. આ લો પ્રેશર સિસ્ટમ 20 થી 22 ઓક્ટોબરની વચ્ચે ખલબલાવી નાખે તેવા વાવાઝોડામાં રૂપાંતરિત થઈ શકે છે. આ વાવાઝોડાંને ભારત તરફથી તેજ નામ આપવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઊભી થઈ રહી છે. આગામી 72 કલાકમાં આ સિસ્ટમ સમુદ્રના ચરમ દક્ષિણ મધ્ય ભાગોમાં સ્થળાંતરિત જોવા મળી શકે છે. જેના કારણે નીચા દબાણે મોટું વાવાઝોડું આકાર લેશે. આ વાવાઝોડું કેટલું ખૂંખાર હોઈ શકે તેનો હજુ ચોક્કસ અંદાજ લગાવો મુશ્કેલ દેખાઈ રહ્યો છે પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ વાવાઝોડુ 2018માં આવેલ વાવાઝોડાની ચોક્કસપણે યાદ અપાવી શકે છે.
અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તેની સિદ્ધિ અસર ગુજરાતમાં જોવા મળતી હોય છે. તેજ વાવાઝોડાની અસર પણ ગુજરાતમાં વર્તાઈ શકે છે તેને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે 20 થી 24 તારીખની વચ્ચે આ સિસ્ટમની અસર ગુજરાતમાં દેખાશે તેવું અનુમાન લગાવ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમની ભારે અસર જોવા મળશે. સાથે કચ્છ અને જામનગરના કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે આંધી વંટોળ અને ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસર ખૂબ જ તીવ્ર જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ માહિતીની વધુમાં વધુ શેર કરજો.