જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થશે, આ 15 જિલ્લાઓમાં પડશે 20-20 ઇંચ વરસાદ, હવામાન વિભાગની કાળમુખી આગાહી…
રાજ્યના મોટા ભાગના શહેરમાં વરસાદે વિરામ લીધો છે. તો બીજી બાજુ તાપમાન અને બફારામાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતીઓ શ્રાવણ મહિનામાં જ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો ગુજરાતીઓ હવે મેઘરાજાની રાહ જોઇને બેઠા છે. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળશે. આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, સાત દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લા કવર છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ અને ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
આ સાથે મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યુ છે કે, આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ અને ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, સાતમા દિવસે ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, તાપમાનની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધી ગયુ છે. તાપમાન 36 ડિગ્રીએ પહોચ્યુ છે. ઓગસ્ટ મહિનામાં વરસાદના કારણે સામાન્ય તાપમાન રહેતુ હોય છે. પરંતુ ચાલુ ઓગસ્ટ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા બેથી ત્રણ ડિગ્રી ઉંચુ નોધાયુ છે. મંગળવારે અમદાવાદનુ મહત્તમ તામપાન 36.1 ડિગ્રી નોંધાયુ છે.
જે સામાન્ય કરતા 3.5 ડિગ્રી વધુ છે.ડીસા અને ભાવનગર, રાજકોટનુ મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી, ભુજનુ મહત્તમ તાપમાન 35 ડિગ્રી છે. તો લઘુતમ તાપમાન પણ 27 ડિગ્રીએ પહોચ્યુ છે. લઘુતમ અને મહત્તમ તાપમાન સાથે ભેજનુ પ્રમાણ પણ વધ્યું છે. જેના કારણે ગરમી અને બફારાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. બફારાના કારણે અકળામણ અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે ઓગસ્ટ મહિનાનું પૂર્વાનુમાન જાહેર કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થશે અને અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે. આ સાથે જ આગામી 5 દિવસ પણ એકાદ બે વિસ્તારમાં બાદ કરતાં અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શકયતા છે.