રાજસ્થાન વાળી સિસ્ટમ ગુજરાત તરફ ફંટાઈ, આ જિલ્લાઓ વાળા હવે નક્કી માર્યા, અંબાલાલ પટેલે કરી આભ ફાડે એવી આગાહી…
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતથી જ વરસાદનું જોર સંપૂર્ણ ઘટી ગયું છે. જુલાઈ અને જૂન મહિનામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ જોવા મળ્યો છે. ત્યારે હવે ગુજરાતના લોકો અને ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા આ તારીખે રાજસ્થાન ઉપર એક મોટી ઘાતક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેને કારણે ગુજરાતના આ જિલ્લાઓમાં કાળજું કંપાવે તેવો ઘાતક વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે મીડિયા સામે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં આવેલ વાવાઝોડાને કારણે ચોમાસાની પ્રક્રિયા ખોરવી નાખી છે. આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. દર વખતે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી સિસ્ટમો સક્રિય થતી હોય છે પરંતુ આ વર્ષે જમીન ઉપર જ સ્વયંમ સિસ્ટમો બનતી જોવા મળી છે. જેના કારણે દેશમાં જ્યાં વરસાદ પડે ત્યાં આભ ફાટે તેઓ વરસાદ પડતો હોય છે.
બદલાતી ચોમાસાની પ્રક્રિયામાં 17 ઓગસ્ટથી રાજસ્થાનના ઉપરી ભાગમાં એક ઘાતક સિસ્ટમ ગુજરાત તરફ ફંટાવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. જેની અસરને કારણે ગુજરાતના આ વિસ્તારોમાં આભ ફાડી નાખે તેવો વરસાદ પડી શકે છે. જેને લઈને અંબાલાલે મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં જુનાગઢ અને નવસારી જિલ્લામાં જે રીતે આભ કાઢ્યું તેવું જ આભ આગામી દિવસોમાં ફાટી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ આશ્લેશા નક્ષત્રના અંતમાં અને મઘા નક્ષત્રના શરૂઆતમાં 17 થી 21 ઓગસ્ટની વચ્ચે રાજસ્થાન ઉપર એક ઘાતક સિસ્ટમ બનશે. જેને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદમાં પુર આવે એવો વરસાદ પડશે.
વધુમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દક્ષિણ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, સહિતના વિસ્તારોમાં આ સિસ્ટમને કારણે જમીનને ધોઈ નાખે તેવો ઘાતક વરસાદ પડી શકે છે. આ માહિતીને ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડજો.