બંગાળની ખાડીનું મજબૂત લો પ્રેશર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના આ ભાગોને ધમરોળશે, પરેશ ગોસ્વામીની નવી મોટી આગાહી…
ગુજરાતમાં અધિક શ્રાવણ માસ દરમિયાન વરસાદનું જોર ધીમું પડ્યું છે. ત્યારે હવે મુખ્ય શ્રાવણ માસની શરૂઆત થઈ છે. પરંતુ ફરી એકવાર ગુજરાતમાં વરસાદના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. ત્યારે હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા બંગાળની ખાડીમાં સક્રિય થયેલ મજબૂત લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
પરેશ ગોસ્વામી દ્વારા બંગાળની ખાડીના લો પ્રેશર અંગે વાત કરીને વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેના કારણે રાજ્યના 30-40 ટકા ભાગને વરસાદ મળી શકે છે. તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે તેમણે આગામી સમયમાં ચોમાસું કેવો વળાંક લેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બંગાળની ખાડીના લો પ્રેશર સિસ્ટમનો રસ્તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરીને મધ્યપ્રદેશ સુધી આવશે અને પછી તે ઉત્તર તરફ નીકળી જશે. આ લો પ્રેશર ગુજરાતની બાજુમાંથી પસાર થશે.
બંગાળની ખાડીની આ મજબૂત સિસ્ટમ જ્યારે ગુજરાત નજીકથી પસાર થશે. ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ ઉત્પન્ન કરી શકે છે. જેને કારણે ગુજરાતમાં 19 20 21 અને 22 આ ચાર તારીખોમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન મધ્યપ્રદેશ બોર્ડર પર આવતા વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર 19 થી 22 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, રાજપીપળા, મહીસાગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, આણંદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, બોટાદ, દ્વારકા, જામનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. આ પછી ઓગસ્ટના અંતમાં 27થી 31 તારીખ દરમિયાન એક લો પ્રેશર આવશે અને તેના કારણે ઘણાં વિસ્તારોને સારો લાભ મળી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.