હજુ પાંચ દિવસ વાવાઝોડું મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી રૂવાંડા ઊભાં કરે એવી આગાહી..
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડાની અસર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને કચ્છના વિસ્તારોમાં વાવાઝોડાની અસરને કારણે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું દરિયામાંથી બહાર આવી ગયું છે. તેની ભયાનક અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને એક તાજી રુવાડા ઊભા કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પણ બીપોર જોય વાવાઝોડાને લઈને તેની પલ પલની સ્થિતિનું મોનિટરિંગ કરી રહી છે. હવામાન વિભાગના અનુમાન આ વાવાઝોડું 15મી જૂને સાંજના સમયે ગુજરાતના દરિયાકાંઠે તકરાયું છે. ભયાનક વાવાઝોડા અસરને જોતા NDRF, SDRF અને કોસ્ટગાર્ડ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે.
અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે આ વાવાઝોડું છેલ્લા 50 વર્ષની સાપેક્ષમાં ખૂબ જ ભયાનક અને ડરામણું રહી શકે છે. આ વાવાઝોડાની અસર રાજ્યના આ ભાગોમાં સતત પાંચ દિવસ સુધી રહી શકે છે. અંબાલાલ પટેલે વાવાઝોડાના ઘેરાવા વિશે વાત કરતા જણાવ્યું છે કે આ વાવાઝોડું સંપૂર્ણ ગુજરાતને તહેસ નહેસ કરી શકે છે.
અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે હાલ વાવાઝોડું અતિ સેવિયર સાયકલોનીક સિસ્ટમમાં પરિવર્તન થયું છે. આ વાવાઝોડુ કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે આવેલ જખૌ બંદરે તબાહી મચાવી રહ્યું છે. આ દરમિયાન વાવાઝોડાની ગતિ 200 થી 220 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી છે.
હજુ આ વાવાઝોડું આગામી પાંચ દિવસ ગુજરાતના આ ભાગોને વેર વિખેર કરશે. 18 તારીખ સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, અરવલ્લી, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં અતિભારે તોફાની વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.