ઉભો પાક સુકાશે, આ કારણે સપ્ટેમ્બર મહિનો પણ રહશે કોરો ધાકડ, ઉનાળા જેવી ગરમી/બફારો, અંબાલાલની પગ નીચેથી જમીન સરકાવે તેવી આગાહી…
ગુજરાતમાં આ વર્ષે છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં ઓગસ્ટ મહિનામાં ફક્ત બે ટકા વરસાદ નોંધાયો છે. સંપૂર્ણ ઓગસ્ટ મહિનો ગુજરાતમાં કોરો ધાકડ જોવા મળ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટ સાથે હવે સપ્ટેમ્બર મહિનો પણ કોરો ધાકડ રહેવાની પગ નીચેથી જમીન સરકાવી દે તેવી આગાહી વ્યક્ત કરી છે. વરસાદ ન પડતા ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો 75% થી વધારે હેક્ટરમાં ચોમાસુ વરસાદ હેઠળ ખેતી કરવામાં આવે છે પરંતુ છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં વરસાદનું એક ટીપુ ન પડતા હવે ઉભો પાક સુકાવા લાગ્યો છે. સમયસર વરસાદ ન મળતા ગુજરાતના ખેડૂતો હવે રાતા પાણીએ રોયા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આવી સ્થિતિમાં ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં અલનીનોની અસરને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર ધીમુ પડ્યું છે, એકંદરે ચોમાસું નિષ્ક્રિય થયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે હાલ રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી.
આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફક્ત છૂટો છવાઈ વરસાદ પડશે અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં ઉનાળા જેવી ગરમી અને બફારાનો અહેસાસ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાત ખેડૂતોને એમ પણ જણાવ્યું છે કે જો પિયતની વ્યવસ્થા હોય તો ખેડૂતોએ પાકને પાણી આપી દેવું જોઈએ.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના નંબર મધ્ય સુધી ગુજરાતમાં ભારે ગરમીનું પ્રમાણ જોવા મળશે. શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી. અને ત્યારબાદ ભાદરવા મહિનાના શરૂઆતના દિવસોમાં ક્યાંક છૂટા છવાયા વરસાદની શક્યતા છે. ચીનના હોંગકોંગ અને પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો તમામ ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.