હજુ વરસાદ ગયો નથી, ગુજરાતના આ જિલ્લા વાળા માર્યા સમજો, પવન સાથે મંડાણીયા વરસાદની પરેશ ગોસ્વામીની ભૂક્કા કાઢે એવી આગાહી…
સમગ્ર ગુજરાતમાં સક્રિય થયેલ સિસ્ટમના કારણે હવે સાર્વત્રિક વરસાદની રાઉન્ડ પૂર્ણ થયો છે. આ રાઉન્ડમાં ગુજરાતના 80% થી વધારે વિસ્તારોમાં સારો વરસાદનો લાભ મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમ દરમિયાન ખેડૂતોના પાકને જીવનદાન મળે તેવો વરસાદ પડ્યો છે. પરંતુ હવે આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે? તેને લઈને પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમને જણાવ્યું છે કે આ જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે પવન સાથે મંડાણીયા વરસાદની શક્યતા છે.
વરસાદનું રાઉન્ડ પૂર્ણ થતા સક્રિય સિસ્ટમ આપણાથી ઉત્તર અને પશ્ચિમ તરફ ઘણી દૂર પહોંચી ચૂકી છે. પરંતુ હવે ગુજરાતમાં લોકલ સિસ્ટમો સક્રિય થવાની આગાહી આપી છે. જેને કારણે ગુજરાતના આ ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં મંડાણીયા વરસાદની શરૂઆત થશે તેવું અનુમાન પરેશભાઈ દ્વારા લગાવવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મંડાણીયા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
થન્ડર સ્ટ્રોંમ એક્ટિવિટીને કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ એટલે કે 27 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા પરેશભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેને આગાહી મુજબ જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજનું પ્રમાણ વધારે રહી શકે છે અને તોફાની પવન પણ ફુગાવાને શક્યતા કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસ ગુજરાતમાં મંડાણીયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણે ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમા બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર. આ તમામ જિલ્લાઓ એટલે કે મોરબી અને સુરેન્દ્રનગરને બાદ કરતાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી મંડાણીયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પરેશભાઈ આગાહી કરતા કહ્યું છે કે ચોમાસું હજુ પૂર્ણ થયું નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ નવસારી, ડાંગ, સુરત, વલસાડ, બારડોલી, બીલીમોરા, નગર હવેલીમાં મંડાણીયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ માહિતીને વધુ શેર કરજો જેથી તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે.