ગુજરાતમાં હિમાચલ જેવું પૂર આવે તેવી હવામાન વિભાગે કરી ભયાનક આગાહી, જાણો નવી સિસ્ટમ ક્યાં ક્યાં મચાવશે તબાહી…
છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યના 200થી વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દેશના ઘણા રાજ્યોમાં ગુજરાતની જેમ વરસાદે હાહાકાર મચાવ્યો છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવો કે સુરત, બારડોલી, નવસારી, વલસાડ, ડાંગમાં જળબંબાકાર કર્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને બીજી એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. ત્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ભેજના પ્રમાણમાં વધારો થતાં રાજ્યમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થઈ શકે છે. ભારે વરસાદની આગાહીને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં વેલમાર્ક સિસ્ટમ સક્રિય થતા વલસાડ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સુરત, ભરૂચ, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં ગીર સોમનાથ જુનાગઢ અમરેલીમાં ભારે વરસાદ પડશે.
જામનગર, મોરબી, રાજકોટ, ભાવનગરમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દ્વારકા, કચ્છમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારેની આગાહીને કારણે હવામાન વિભાગ દ્વારા સાવચેતી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમ રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.