હવામાન વિભાગે કર્યો મોટો ધડાકો, ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં વરસાદ નહીં થાય, જાણી લો ફટાફટ નહીં તો…

ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાંજે ધૂળની આંધી જેવું વાતાવરણ સર્જાયું છે. જેમાં પવન સાથે ધૂળ ઊડે છે. જેના કારણે રાત્રીનું તાપમાન નીચું ગયું હતું અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પાટણ, મહેસાણા અને હિંમતનગરમાં વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. ગરમીને લઈ પોણો ડિગ્રી સુધી તાપમાન ઊંચકાયું છે. પાટણ 40.9 ડિગ્રી નોંધાયું હતું.

ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે વાતાવરણ સામાન્ય રહ્યું હતું. જેને લઈ ગરમી પોણો ડિગ્રી સુધી ઊંચકાયું હતું. મુખ્ય 5 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાનના કારણે તાપ આકરો લાગ્યો હતો. જ્યારે પરસેવે રેબઝેબ કરતા ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો. સમગ્ર મે મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી પડી છેફ હિટ વેવના કારણે લોકો અસહ્ય ગરમીમાં શેકાયા છે.

જેના કારણે જૂન મહિનામાં ચોમાસાની તત્પરતાથી રાહ જોવાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત હજુ થઈ નથી, જેના કારણે લોકો કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં અસહ્ય ગરમી સાથે ઉકળાટનો કહેર યથાવત રહી શકે છે. જો કે, અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતમાં અસહ્ય ગરમી સાથે ઉકળાટનો કહેર યથાવત રહી શકે છે. જો કે, અરવલ્લી જિલ્લામાં ફક્ત છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે ભારે વરસાદની કોઈ શક્યતા નથી, તેમજ પાટણ, મહેસાણા, હિંમતનગરમાં વરસાદની કોઈ શક્યતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *