હવામાન વિભાગની તાજી આગાહી, ગુજરાતના આ 15 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ભુક્કા બોલાવશે, નદીઓમાં ઘોડાપૂર આવશે…

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં તબાહીનો વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં જળ પ્રલય જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પણ આજે આ 15 થી વધારે જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડવાની મોટી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે ઘરની બહાર નીકળતા પહેલા આજના હવામાન વિશે જાણી લેજો.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 15 થી 23 જુલાઈની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં આ વર્ષનું પહેલું ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવા જઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે 18 થી 20 જુલાઈની વચ્ચે કેટલાક વિસ્તારોમાં અતી મુશળધાર વરસાદ પડી શકે છે. જેના કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં કારણે પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગની આજની આગાહી પર નજર કરીએ તો આગામી ત્રણ કલાકમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, વડોદરા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતી 104 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના સિહોર તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. જ્યારે બીજા 14 તાલુકાઓમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધવામાં આવ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી વરસાદ થોડોક આરામ આપશે. પરંતુ આવતી કાલથી ફરી ધોધમાર વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ તો 18 જુલાઈ થી 23 જુલાઈની વચ્ચે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ડિપ્રેશનને કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ કડક સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *