બંગાળની ખાડીમાં બન્યું ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન, ગુજરાતમાં ક્યારે અને કેવો વરસાદ પડશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી…

ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પડી રહેલ મેઘ મહેરના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયેલો છે. પરંતુ સતત પડી રહેલા વરસાદને કારણે હવે થોડોક વરાપ મળવો જરૂરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન લગાવતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. અત્યાર સુધીમાં જે વરસાદ થયો છે. તે કંઈક અલગ અલગ પ્રકારના પ્રેશરોને કારણે પડ્યો છે. પરંતુ હજુ ચોમાસાનું એક પણ ડિપ્રેશન સક્રિય થયું નથી.

બંગાળની ખાડીમાં 15 જુલાઈએ એટલે કે આજે ચોમાસાનું પહેલું ડીપ ડિપ્રેશન બન્યું છે. જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટું અગાઉ અનુમાન વ્યક્ત કર્યું હતું. આ ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો સૌથી મોટો અને ભારે રાઉન્ડ આવી શકે છે. ગુજરાતમાં ક્યારે અને કેટલો વરસાદ પડશે તેને લઈને અંબાલાલ પટેલે મોટી માહિતી આપી છે. જેના વિશે અમે તમને આ લેખમાં વિગતવાર જણાવીશું.

બંગાળની ખાડીમાં સક્રિય થતી નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી એકવાર મેઘ તાંડવ જોવા મળશે. 16 થી 18 તારીખ સુધી રાજ્યમાં હળવોથી છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સક્રિય થતી સિસ્ટમ 18 તારીખે ડિપ્રેશનમાં ફેરવાશે. જેને કારણે 18થી લઈને 23 જુલાઈ સુધી રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સાર્વત્રિક વરસાદ પડશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 18 તારીખથી લઈને 23 સુધી પવનનું જોર વધારે રહી શકે છે. ભારે પવન સાથે આ વિસ્તારોમાં તોફાની વરસાદ પડી શકે છે. સિસ્ટમ સક્રિય થયા બાદ તેના વિશે વધુ અનુમાન લગાવી શકાશે. આ સિસ્ટમથી ગુજરાત સહિત દેશના ઘણા બધા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 16થી 20 જુલાઈમા ઉતર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેશે. કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *