આખું જૂનાગઢ તણાયું, આભ ફાટતાં આખા શહેરમાં પશુઓ, ગાડીઓ, ટાયરો, ઘરવખરી તણાઈ, જુઓ હૃદયના ધબકારા વધારે એવા વિડિયો…
જુનાગઢ શહેરમાં મેઘરાજાએ પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે. છેલ્લા ચાર કલાકથી જૂનાગઢમાં પડી રહેલ અનરાધાર વરસાદને કારણે ચારે તરફ તબાહી તબાહી જોવા મળી રહી છે. ગિરનાર પર્વત ઉપર એક સાથે 16 ઇંચ વરસાદ પડતા પર્વતનું પાણી શહેરમાં ઘૂસી ગયું છે. જુનાગઢ શહેરમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જુનાગઢ શહેર જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
જુનાગઢ શહેરમાં રસ્તાઓ ઉપર પશુઓ ગાડીઓ ઘરવખરીઓ તણાઇ રહી છે. જેના દિલ ધડક વીડીયાઓ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જુનાગઢ શહેરમાં અનેક લોકો તણાયા હોવાના પણ સમાચાર સામે આવ્યા રહ્યા છે. પૂરને કારણે કેટલા લોકો તણાયા છે. તેનો ચોક્કસ આંકડો હજુ સુધી બહાર આવ્યો નથી. પરંતુ તેના વાયરલ થઈ રહેલા વિડિયો પરથી જ હૃદયના ધબકારા વધી રહ્યા છે.
જુનાગઢ શહેરમાં પૂરની પરિસ્થિતિને કારણે સોસાયટીઓમાં અને રોડમાં કાર બાઈક પાર્ક કરવામાં આવી હતી. તે પાણીના પ્રવાહમાં તણાયા છે. તો જુનાગઢ ના રોડ પર ટાયરનો એક સાથે ઢગલો તણાઈને પણ આવ્યો હતો. આ દરમિયાન માત્ર ટાયરો જ પાણીમાં તારી રહ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગોડાઉન માંથી ટાયરનો જથ્થો રોડ ઉપર આવ્યો હતો.
જુનાગઢ શહેરમાં ત્રણ કલાકમાં 16 ઇંચ વરસાદ જળ પ્રલય જોવા મળ્યો છે. ધોધમાર વરસાદને કારણે કલેકટર, એસપી, મેયર, ડેપ્યુટી મેયર સહિતના કાર્યકર્તાઓ રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકારી તંત્ર પણ એલર્ટ મળવામાં આવ્યું છે. અને તાત્કાલિક લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલો કરવામાં આવી છે. જુઓ જુનાગઢ શહેરના કેટલાક દિલ ધડક વિડીયો…