વાવાઝોડાનો કાળો કહેર, કચ્છ-દ્વારકામાં તોફાની પવન અને ભારે વરસાદથી તબાહી, ડરામણી તસવીરો જોઈને તમારો શ્વાસ અધ્ધર થઈ જશો..
ગુજરાત માટે 15 જૂનની સાંજ ખૂબ જ ભારે રહી હતી. કારણ કે અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડું ગુજરાત સાથે મોટી તબાહી લઈને અથડાયું હતું. બીપોર જોય વાવાઝોડું ગુજરાતના જખ્ખો બંદરે ગઈકાલે સાંજે ધડાકા ભૈર અથડાયું હતું. જેને કારણે કચ્છ અને દ્વારકામાં કાળો કહેર વર્તાયો છે. જુઓ તબાહીની તસવીરો…

વાવાઝોડાના કાળા કહેરની કેટલીક તસવીરો હાલ સામે આવી છે. આ ડરામણી તસવીરો જોઈને તમારો શ્વાસ અધર થઈ જશે. બીપોર જોય વાવાઝોડું જ્યારે ગુજરાત સાથે ટકરાયું હતું ત્યારે ખૂબ જ તોફાની પવન અને ભારે વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન વૃક્ષો મોટી માત્રામાં ધરાશઇ થયા છે.

વાવાઝોડાની અસરને કારણે એડવર્ટાઇઝ માટે લાગેલા વોર્ડિંગ્સ અને ઘર ઉપર બનાવેલા શેડ્સ પણ ઉડી ગયા છે. હજુ વાવાઝોડાની અસર તીવ્ર જોવા મળી રહી છે. સવારથી જ રાજ્યના અનેક ભાગોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ભુજ તેમજ માધાપરમાં ભારે પવનને કારણે કેટલીક નાસ્તાની કેબીનો ફંગોળાઈ હતી.

વાવાઝોડાની અસરને કારણે હાઇવે ઉપર અનેક વૃક્ષો ધરાશે એ થયા છે. જેને કારણે ઘણા રસ્તાઓ બ્લોક થયા છે. દ્વારકા અને કચ્છમાં બીપોર જોય વાવાઝોડાનો સૌથી વધારે કહેર જોવા મળ્યો છે. જેની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહી છે.

ગુજરાતના લગભગ 500 થી વધારે ગામડાઓમાં હાલ અંધારપટ છવાયો છે. અનેક વીજળીના પોલ ધરાશઇ થતા વીજ પુરવઠો ખોરવાયો છે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, પોરબંદર, દ્વારકા, પાટણ, અરવલ્લી સહિતના વિસ્તારોમાં જોવા મળી છે.
