આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગુજરાત ઉપર સૌથી મોટું વાવાઝોડું થશે સક્રિય, જુઓ અંબાલાલ પટેલે શું કરી આગોતરી આગાહી…

વર્ષ 2023નું ચોમાસુ શરૂ થાય તે પહેલા જ બીપોરજોય નામનું વાવાઝોડું ગુજરાત ઉપર કહેર બનીને આવ્યું હતું. આ વાવાઝોડાની અસરને કારણે સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે તબાહી મચી હતી. અંબાલાલ પટેલે આ વાવાઝોડાની અસરને કારણે આ વર્ષે ચોમાસાની પેટનમાં ઘણો બદલાવ થયો છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે બીપોર જોય વાવાઝોડાની પહેલેથી જ આગાહી આપી હતી. અને તે આગાહી સાચી પડી હતી. ત્યારબાદ હવે ઓક્ટોબર મહિનામાં બીપોર જોય વાવાઝોડા કરતા ખતરનાક વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે. આ આગાહીને કારણે ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ છવાયેલો છે.

તમને જણાવી દઈએ કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ટૂંકા ગાળાના પાકો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા હોય છે. જો આ સમયે વાવાઝોડું આવે તો તૈયાર પાકને મોટી માત્રામાં નુકસાન થઈ શકે છે. આ વર્ષે ચોમાસાના શરૂઆતથી જ ઘણા પાકોને ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. જેમાં સોયાબીન અને કપાસનો પાક કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ નષ્ટ થયો છે. પરંતુ જો આગામી દિવસોમાં પણ ફરી એકવાર વાવાઝોડું આવે તો ગુજરાતમાં આ વર્ષે લીલો દુકાળ પડી શકે છે.

વર્ષ 2023ના ચોમાસાની શરૂઆતથી જ ઉપરા ઉપરી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં પણ મોટી સિસ્ટમો સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ આગાહીની સાથે સાથે ઓક્ટોબર મહિનાની 15 અને 16 તારીખે મોટું વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકી શકે છે. જેને કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં તૈયાર પાકોને મોટી માત્રામાં નુકસાની થશે. સાથે જાનહાની મોટી થવાની શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સાચી પડતી હોય છે. ત્યારે તેમણે કરેલ આ આગાહી જાણીને તમારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હશે. ગુજરાત માટે આ વર્ષ ખૂબ જ ભારે રહી શકે છે. આ વર્ષમાં જળ હોનારત અને બીજી કુદરતી હોનારત થવાની મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. ચોમાસાની શરૂઆત પહેલા જ અંબાલાલ પટેલે આ વર્ષમાં કંઈક નવાજૂની થવાની આગાહી આપી હતી. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *