રાતના અંધારામાં આભ ફાટશે! ઘાતક વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી હૃદયના ધબકારા વધારે એવી આગાહી…
ગુજરાત ઉપર હાલ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બીપોર જોય વાવાઝોડું હવે ગણતરીના કલાકોમાં ગુજરાત ઉપર ત્રાટકી શકે છે. વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા પોતાના જીવનકાળના 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું બીપોર જોયને દર્શાવ્યું છે. છેલ્લા 50 વર્ષમાં આ સૌથી મોટું વાવાઝોડું સાબિત થઈ શકે છે.
બીપોર જોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આ આ વાવાઝોડાને હલકામાં લેવાની જરૂર નથી. આની અસર ખૂબ જ ભયાનક રહી શકે છે. વાવાઝોડું હવે બસ ગણતરીના કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠે આવી શકે છે. ગુજરાતના તમામ વિસ્તારોમાં આ વાવાઝોડાની અસરને કારણે હાલ ઘણા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફુકાઈ રહ્યો છે.
અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે. 15 જુનને રાતે આ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વાવાઝોડાની આંખ ગુજરાત ઉપર હોવાથી ખૂબ જ ભારે માત્રામાં તબાહી જોવા મળી શકે છે. વાવાઝોડાની વિશેષ અસર ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે.
અંબાલાલ પટેલએ વધુમાં જણાવ્યું છે કે બીપોર જોય વાવાઝોડાની અસર છેલ્લા 50 વર્ષમાં આવેલા તમામ વાવાઝોડાઓ કરતા વધારે છે. વાવાઝોડાની અસરને કારણે તંત્ર પણ દોડતું થયું છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાઓ પર ભયજનક સિગ્નલો પણ લગાવવામાં આવ્યા છે. રાજ્યના તમામ દરિયાઈ વિસ્તારોમાં આજથી પવનની ગતિમાં એકાએક વધારો જોવા મળ્યો છે.
અંબાલાલ પટેલએ બીપોર જોયને લઈને આગાહી કરતા કહ્યું છે કે કચ્છ, ભુજ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે આગામી ત્રણ દિવસ તોફાની વાવાઝોડાને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે. આ વાવાઝોડાને હલકામાં લેવાની ના પાડી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરો.