ધોળા દિવસે આભ ફાટશે, આ વિસ્તારોમાં ભયાનક વરસાદ પડવાની અંબાલાલ પટેલે કરી જીવ તાળવે ચોંટાડે એવી આગાહી…
ગુજરાતમાં વરસાદના લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા જુનાગઢ જળ હોનારતની યાદ અપાવે તેઓ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આભ ફાટવાની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 20 થી 24 સપ્ટેમ્બર સુધી અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી ત્રણ દિવસ આભ ફાડે તેવો વરસાદ ગુજરાતમાં થશે તેવી પણ તેમણે શક્યતા આપી છે. બંગાળની ખાડી માંથી સક્રિય થયેલ લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાતમાં તબાહી મચાવી રહી છે. દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રને આ સંપૂર્ણ સિસ્ટમ ધમરોળી શકે છે. ભારે વરસાદને કારણે ગુજરાતની તમામ નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા આપી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અમદાવાદ, વડોદરા, પંચમહાલ, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગરના અનેક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, આહવા સહિતના વિસ્તારોમાં અત્યંત આભ ફાટે તેઓ વરસાદ પડી શકે છે
સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પાંચ દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે. કેટલાક સ્થળોમાં જ પ્રલય જેવી પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ભારે વરસાદને કારણે માછીમારોની આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. આ આગાહીને આગળ મોકલજો.