રાતના અંધારામાં આભ ફાટશે, ગુજરાતના આ વિસ્તારોમાં પૂર આવે તેવા ભયંકર વરસાદ પડવાની અંબાલાલ પટેલની ટાંટિયા ધ્રુજાવે એવી આગાહી…
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 300થી વધારે તાલુકાઓમાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા નદી ભયજનક સપાટી વટાવી ચુકી છે. સરદાર સરોવર ડેમમાંથી હાલ 19 લાખ દિવસે જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં અંબાલાલ પટેલ દ્વારા પુર આવે તેવા ભયંકર વરસાદ પડવાની મોટી આગાહી આપવામાં આવી છે.
બંગાળની ખાડી માંથી સક્રિય થયેલ સિસ્ટમ જેમ જેમ ગુજરાત તરફ આવી રહી છે. તેમ તેમ તે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ધારણાં કરતા આ સિસ્ટમ ખૂબ જ ભયાનક હશે તેવું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે. આ સિસ્ટમની વધુ અસર ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી ચાર દિવસ સતત ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જેને કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય ગુજરાતમાં તમામ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા વ્યક્ત કરી છે. નર્મદા, તાપી અને સાબરમતી નદી હજુ પણ રોદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગાહી વિશે વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, અમદાવાદ, ખેડા, નડિયાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, પોરબંદર, મોરબી, કચ્છના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આગામી 24 કલાક ખૂબ જ ભારે રહી શકે છે, આજની રાત ભયંકર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નર્મદા નદીની જળ સપાટી હજુ પણ વધી શકે છે. સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે જ માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો, જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.