ઓચિંતા આભ ફાટશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં પડશે કડાકા ભડાકા સાથે ઘાતક વરસાદ, અંબાલાલ પટેલે સવારમાં તાત્કાલિક કરી આગાહી…
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ચોમાસું કેવો રંગ લેશે અને ગુજરાતમાં વરસાદ કેવી રમઝટ બોલાવશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં જૂન મહિનાના અંતમાં વધુ સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય તેમણે કરેલી આગાહીમાં ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યના અલગ-અલગ ભાગોમાં 1થી 5 ઈંચ સુધીનો વરસાદ થવાની સંભાવનનાઓ વ્યક્ત કરી છે. ખેડૂતોને પણ તેમણે કેટલીક મહત્વની જરુરી સલાહ આપી છે. અંબાલાલે આ દિવસો દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે કે રાહત મળશે અને દક્ષિણ ગુજરાત સિવાય બાકીના ભાગોમાં કેવી સ્થિતિ રહી શકે છે તે અંગેની આગાહી પણ કરી છે.
અંબાલાલે જણાવ્યું હતું કે તારીખ 24, 25 અને 26 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેલી છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આહવા, ડાંગ અને વલસાડના ભાગો ઉપરાંત જુનાગઢ, ભાવનગર, ખંભાત, જમ્બુસર, પાદરા, વડોદરાનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યના અન્ય ભાગો કે જ્યાં વરસાદ થઈ શકે છે તેવા વિસ્તારોની પણ તેમણે સંભાવનાઓ વ્યક્ત કરી હતી..
હવામાન નિષ્ણાત અંબાલાલે અમદાવાદ સહિત આણંદ, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર અને કચ્છમાં 24થી 26 તારીખ દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક ભાગોમાં અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે, જ્યારે કેટલાક ભાગોમાં 1 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે. અમદાવાદના કેટલાક ભાગોમાં પણ 1 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. પાલનપુરના ભાગોમાં 15થી 20mm જેટલો વરસાદ થઈ શકે છે.
24 અને 25 જૂન દરમિયાન મહેસાણાના ભાગોમાં પણ અડધો ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે, પૂર્વ પંચમહાલના ભાગોમાં પણ 20થી 25mmથી 1 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. આ ત્રણ દિવસ દરમિયાન દરિયાકિનારાના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 4થી 5 ઈંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે તેવી સંભાવનાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે.