ઘરવખરી ભરી લેજો, થન્ડર સ્ટ્રોમ સક્રિય થતાં ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ધડબડાટી બોલાવશે, હવામાન વિભાગની 25 ઇંચ વરસાદની આગાહી…
રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી શક્યતા વ્યક્ત કરાઈ છે, સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે સાથે નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી(GujaratWeather Forecast) હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે.દરિયાકાંઠા પવનની ગતિ 30/40 કિમી પ્રતિકલાકની રહે તેવી શકયતાઓ છે.
આજ સવારથી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદની પેટર્ન બદલાઈ છે. અમુક ભાગમાં વરસાદી માહોલ તો ક્યાંક વરસાદનું ટીપું પણ જોવા મળતું નથી. આવામાં હવામાન વિભાગની વરસાદની નવી આગાહી સામે આવી છે. અગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી સામે આવી છે. જેમાં 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની 25 ઇંચ વરસાદની આગાહી પ્રમાણે, 3 દિવસ સુધી 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે અહીં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, વડોદરા, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ અને 40 કીમીની ઝડપે ફૂંકાઈ શકે છે.
જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ભરૂચ, તાપી, અરવલ્લી, નર્મદા, ડાંગમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે થન્ડર સ્ટ્રોમની વોર્નિંગ છે.