છત્રી અને રેઇનકોટ કાઢી લેજો, તા.25થી 30 વચ્ચે ગુજરાતના આ ભાગોમાં વાવાઝોડા સાથે ભયંકર વરસાદની હવામાન વિભાગે કરી મોટી આગાહી…
ચોમાસુ 2025 હાલ અંદમાન નિકોબાર ટાપુઓમાં પહોંચ્યું છે. પરંતુ ગુજરાત રાજ્યમાં થન્ડર સ્ટ્રોંમ એક્ટિવિટીને કારણે વાતાવરણમાં મોટા બદલાવો જોવા મળ્યા છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતના આ ભાગોમાં તારીખ 25 થી 30 મેની વચ્ચે વાવાઝોડા સાથે ભયંકર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા તોફાની પવનો વાઈ રહ્યા છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. આ વર્ષે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાનું પ્રમાણ વધારે માત્રામાં જોવા મળ્યું છે. હજુ પણ સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ નથી. 4 જૂને કેરલમાં પ્રથમ ચોમાસાની શરૂઆત થશે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને બીજા ભાગોમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બે સાયકલોનિક સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવવા જઈ રહી છે. જેના કારણે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ તારીખ 25 થી 30 મે વચ્ચે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તોફાની પવન સાથે વરસાદ પડવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે ચક્રવાતો ઉત્પન્ન થવા જઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસર વધુ માત્રામાં જોવા મળશે. પ્રિમોન્સૂન એક્ટિવિટી બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા, બનાસકાંઠા, સુરત, વલસાડ, નવસારી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ગોધરા, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જુનાગઢ, રાજકોટ, ઉપલેટા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની ભયંકર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે સાથે 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે.