છત્રી અને રેઇનકોટ કાઢી લેજો, આજથી 27જૂન સુધી આ વિસ્તારમાં ભારે વરસાદ પડવાની અશોકભાઈ પટેલે કરી નવી નક્કોર આગાહી…
અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલ મહાકાય બિપોર જોય વાવાઝોડા બાદ હવે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા આજથી 27 જૂન સુધી રાજ્યના આ ભાગોમાં ભારે વરસાદ પડવાની નવી નકોર આગાહી આપી છે. આ પહેલા હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદને લઈને પણ મોટી સંભાવના આપવામાં આવી છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
તમને જણાવી દઈએ કે મુંબઈમાં ચોમાસાની શરૂઆત થયા બાદ થોડા દિવસો પછી દક્ષિણ ગુજરાતમાં અને કોસ્ટલ સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે. મુંબઈના ઘણા બધા વિસ્તારોમાં બે દિવસથી વાતાવરણમાં ફેરફારો જોવા મળ્યા છે. અને ઘણા વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો છે. જેને કારણે મુંબઈમાં ચોમાસાના એંધાણ ચોખ્ખા થયા છે.
હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ આગાહી કરતા જણાવે છે કે આજથી 27 તારીખ સુધી રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થવાના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે ઝાપટાથી માંડીને છૂટો છવાયો વરસાદ શરૂ થઈ શકે છે. ગુજરાતના બારણે હવે ચોમાસું ટકોરા મારી રહ્યું છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકશે.
હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 23 જૂન થી 27 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ તરત જ 28 જૂનથી 4 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ચોમાસુ વિધિગત રીતે શરૂ થઈ શકે છે. અને સારામાં સારો વરસાદનો ભારે રાઉન્ડ આવશે.
તો બીજી તરફ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, વડોદરા, ભરૂચમાં આગામી પાંચ દિવસ અતિ ભારે રહેશે.