છત્રી કાઢી લેજો, 22થી 27 તારીખમાં ગુજરાતના આ ભાગોમાં 500 ટકા આવશે પૂર, અંબાલાલ પટેલે હાથીયામાં ભારે વરસાદની કરી મોટી આગાહી…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલાક ભાગોમાં 15,16 તારીખથી છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ તારીખ 22 થી 27 માં ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

15 અને 16 સપ્ટેમ્બર વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી વરસાદ ની ગતી વિધિ વધી રહી છે. ગય કાલે ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, બંગાળની ખાડીમાં ફરી એક ડિપ્રેશન સિસ્ટમ બની છે જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે આજે અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી જુનાગઢ જામનગર દ્વારકા જિલ્લામાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમેંદા નવસારી ડાંગ તાપી ભરૂચ દાહોદ છોટાઉદેપુર વડોદરા જિલ્લામાં છુટાછવાયા અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

નવરાત્રીમાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢ અને ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીદ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ 10 ઓક્ટોમ્બરથી 13 ઓક્ટોમ્બર દરમ્યાન બંગાળના ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

22 થી 27 સપ્ટેમ્બરમાં ભારે વરસાદ

અંબાલાલ પટેલે હાથી નક્ષત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં બંગાળના ઉપસાગર ફરી સિસ્ટમ સક્રિય બનશે સાથે ચોમાસું ફરી સક્રિય થશે જેના કારણે 22 થી 27 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાડી કરી છે ખાસ કરીને ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. આ રાઉન્ડ સાવૅત્રીક નહીં હોય છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે અમુક વિસ્તારોમાં 4 ઈંચ સુધી ભારે વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *