સૂર્યનારાયણનો હાથિયા નક્ષત્રમાં પ્રવેશ, હવે આ વિસ્તારોમાં વરસાદ વાવાઝોડા સાથે મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી વાદળ ફાટે એવી આગાહી…

પ્રથમ તમને જણાવી દઈએ કે સૂર્યનો હાથીયો એટલે કે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કાલે એટલે કે ગુરુવારેને તારીખ 26/09/2023 ના રોજ રાત્રે 12 વાગે થયો છે. સૂર્યનો જ્યારે હાથીયા નક્ષત્રમાં પ્રવેશ થયો ત્યારે તેનું વાહન મોરનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં હાથીયા નક્ષત્રની શરૂઆત થતાંની સાથે જ આ વિસ્તારોમાં વરસાદ અને પવનનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં એક ભારે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. જેને કારણે ગુજરાતમાં 27 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે સૂર્યનો હાથીયા નક્ષત્રમાં પ્રવેશ થતાની સાથે જ ગુજરાતના આ ભાગોમાં વરસાદ ભુક્કા બોલાવી શકે છે.

છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હજુ આગામી દિવસોમાં વરસાદ જોર પકડશે તેવું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યું છે. નક્ષત્ર બદલતાની સાથે જ ગુજરાતમાં ફરી એકવાર મેઘમહેર જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 થી 30 સપ્ટેમ્બરની વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું વહન આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અનરાધાર વરસાદ પડી શકે છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતાં અને થન્ડર સ્ટ્રોંમ એક્ટિવિટી સક્રિય થતા ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ હાથીયા નક્ષત્રની શરૂઆતમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, વલસાડ, નવસારી, સુરત, ડાંગ, બારડોલી, બીલીમોરા, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં સતત પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે તોફાની પવન અને ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *