સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ, હવે ગુજરાતના આ જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે પડશે ધોધમાર વરસાદ, અંબાકાકાએ કરી ડેમ ફાડે એવી આગાહી…
સૂર્ય નારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ શેઠ સુદ 14ને શુક્રવાર તારીખ 21/06/2024 ના રોજ થશે. સૂર્યનારાયણ રાત્રે 12 વાગીને 18 મિનિટે આદ્વા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ વર્ષે આદ્રા નક્ષત્રનું વાહન મોર છે. આદ્રા નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે ડેમ તોડે એવી આગાહી વ્યક્ત કરી છે.
આ વર્ષે આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોર છે. જે ખૂબ જ શુભમય ગણવામાં આવે છે. વાહન મોરનું હોવાથી સારી માત્રામાં વરસાદના યોગો જોવા મળશે. આ નક્ષત્રને ચોમાસાનો મુખ્ય દરવાજો ગણવામાં આવે છે. કેમ કે નક્ષત્ર બેસતા જ હવામાનમાં મોટા ફેરફારો આવે છે. આકાશમાં ઘનઘોર વાદળા ચઢવા લાગે છે. કેમકે આ નક્ષત્રએ ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે.
મિત્રો જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થાય, તે વર્ષ લગભગ સારું જતુ હોય છે. આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે. જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વરસાદ ઓછો પડ્યો છે, તે વર્ષ લગભગ નબળું રહ્યું છે. એટલે જ આદ્રા નક્ષત્રમાં જો વરસાદનો રાઉન્ડ મોટો જોવા મળે તો, તે વર્ષ લગભગ 12 આની જા 14 આની જેટલું સારું હતું હોય છે.
આ વર્ષે વિક્રમ સવંત 2080 ના વર્ષમાં આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન સ્ત્રી-પુ-ચં-સૂ સંજોગીયું યોગ જોવાઈ રહ્યું છે. જે વરસાદ માટે એક શુભ સમાચાર ગણી શકાય. કેમ કે આવી પરિસ્થિતિમાં આ નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદના એક પછી એક રાઉન્ડ આવતા હોય છે. ટૂંકમાં જોઈએ તો આ નક્ષત્ર દરમિયાન આ વર્ષે વરસાદના મધ્યમ થી સારા યોગનું નિર્માણ દેખાઈ રહ્યું છે. જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારી વાત ગણી શકાય. કેમ કે આ વર્ષે ચોમાસું સારું જાય એવા યોગોનું નિર્માણ સર્જાઈ રહ્યું છે.
આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન એક ખાસ વાતનું અવલોકન કરવું કે, આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન પવન જો આચકે આચકે ફૂકતો હોય, હવામાં બાફનું પ્રમાણ વધી જતું હોય અને રાત્રે દેડકાનો અવાજ ભારે માત્રામાં સંભળાતો હોય, જમીન પર દેડકાનું પ્રમાણ વધુ જોવા મળે તો, એક અવશ્ય વિચાર કરશો કે, આદ્રા નક્ષત્ર દરમ્યાન મેધ રાજા ભરપૂર માત્રામાં વરસશે. સર્વત્ર વિસ્તારો પાણી પાણી થાય એવા યોગનું નિર્માણ જોવા મળશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આદ્રા નક્ષત્રમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લા જેવા કે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ પોરબંદર નવસારી સુરત ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસ સુધી આદ્રા નક્ષત્રની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.