જીવનજરૂરી વસ્તુઓ ભરી લેજો, બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર બનતા ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ પૂઠ્ઠા ફાડશે, પરેશ ગોસ્વામીએ કરી સોના જેવી આગાહી…

રાજ્યમાં આગામી બે-ચાર દિવસ વરસાદ પડવાની હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિને લઇને માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં અત્યારે એક લો પ્રેશર થયું છે. આ લો પ્રેશરના કારણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પણ પડવાનો છે. તેમણે બે-ચાર દિવસ સુધી ક્યાં-ક્યાં વરસાદ પડશે, તે અંગે માહિતી આપી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર તૈયાર થયું છે. જોકે, આ લો પ્રેશર ખૂબ નબળું બન્યું છે, છતાં તેની અસર અડધા ભારતમાં થવાની છે. મધ્ય અને ઉત્તર ભારતના તમામ રાજ્યો પર તેની અસર થવાની છે. આ નબળા લો પ્રેશરનું શિયર ઝોન ગુજરાત પર આવશે અને તેના કારણે વરસાદ પડવાનો છે.

તેમણે ગુજરાતમાં વરસાદની આગાહી અંગે જણાવ્યું કે, આજથી બે-ચાર દિવસ સુધી વરસાદ પડવાનો છે. આ વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ જોવા મળશે.

દક્ષિણ ગુજરાતમાં એકથી બે ઇંચ જેવા સામાન્ય-હળવા વરસાદ નોંધાશે. દક્ષિણ ગુજરાતમાં મોટા વરસાદની શક્યતા નથી. હાલ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઇ મોટા વરસાદની શક્યતા નથી. બની શકે કે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના અમુક ભાગોમાં બેથી પાંચ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *