વાંચીને જ ઘરની બહાર પગ મૂકજો, ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડાં સાથે અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલની મોટી આગાહી..

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 100 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં ભાવનગર અને નવસારીમાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદને લીધે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યું છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં રાત્રે 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં તંત્ર એક્શન બોર્ડમાં આવ્યું છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની મોટી આગાહી વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર ગુજરાતમાં વાવાઝોડા સાથે મુસીબતના વરસાદનું મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમની આગાહી અનુસાર 28 જુલાઈથી રાજ્યના પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે આવનારા ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થવાની મોટી સંભાવના આગાહીકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સમગ્ર રાજ્ય સહિત દેશમાં 5 ઓગસ્ટ સુધી પવન અને ભેજનું સ્ટ્રોંમ પશ્ચિમ ભારત ઉપર જોવા મળશે. જેને કારણે ગુજરાતમાં તીવ્ર વરસાદી વહન આવી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અત્યંત ભારે વરસાદ પડવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.

ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની આગાહી વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જેમાં સાબરમતી નદી, નર્મદા નદી અને તાપી નદી બે કાંઠે વહી શકે છે. જળ સ્તરમાં વધારો થશે અને નર્મદા ડેમ અને ઉકાઈ ડેમ ઓવરફ્લો થશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં તોફાની ભેજવાળા પવનો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ ફુકાઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સ્વાતિ નક્ષત્રમાં તોફાની ભારે વરસાદ થવાની મોટી આગાહી કરીને જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં આ વર્ષે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. જેમાં મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં 400 મીમી જેટલો ભારે વરસાદ પડશે. ત્યારે આહવા ડાંગ વલસાડ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, દ્વારકા, કચ્છ, જામનગર, રાજકોટમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ, ખેડા વડોદરા, ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *