જાગતે રહો, આજે રાત્રે ગુજરાતના આ 6 જિલ્લાઓમાં અંધારામાં કડાકા ભડાકા સાથે આભ ફાટશે, હવામાન વિભાગની ભડકો કરે એવી આગાહી…
હાલ અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે રાત્રે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાત્રે જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે આભ ફાટે એવો વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
ઘણા વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરી ને સૌરાષ્ટ્રનાં દરિયા કાઠાનાં વિસ્તારમાં વીજળીના કડાકા ભડકા સાથે ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આવતી કાલે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ગીર સોમનાથ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ અને ખેડામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે વડોદરા, તાપી, નવસારી, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.