ઘરમાં પુરાઈ રેજો, આજે રાત્રે આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ત્રાટકશે ખૂંખાર વાવાઝોડું, હવામાન વિભાગે કરી છપ્પર ફાડે એવી આગાહી…
આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ પણ અપાયું છે. ત્યારે આજે રાત્રે પણ અતિ ભારે વરસાદની શક્યતા છે.
આજે રાત્રે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં યલો આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં વરસાદના યલો એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા કોઈ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી.