રાહુ-કેતુનો વિશિષ્ટ સંયોગ, ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં આ 5 જિલ્લામાં પડશે 80થી 90 ઇંચ વરસાદ, રમણિક વામજાએ કરી સૌથી મોટી ભયાનક આગાહી…

રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ફરી એકવાર ભારે વરસાદી માહોલ સક્રિય થશે. ત્યારે હવામાન નિષ્ણાત રમણીકભાઈ વામજા દ્વારા એક મોટી ભયાનક આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં કેવો વરસાદી માહોલ રહેશે તેને લઈને મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં આ પાંચ જિલ્લાઓમાં 80થી 90 વરસાદ પડી શકે છે.

રમણીકભાઈ વામજાએ ઓગસ્ટ મહિને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે આ જિલ્લાઓમાં ઓગસ્ટ મહિનામાં સૌથી ભારે વરસાદ પડી શકે છે. ખેડૂતો માટે પણ તેમણે અનુમાન લગાવતા જણાવ્યું છે કે શિયાળુ પાક આ વર્ષે સારો થશે. જેમાં મગફળી, અડદ, એરંડા, મગ અને સોયાબીનના પાકોમાં સારામાં સારું ઉત્પાદન આ વર્ષે આવી શકે છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની 2 થી 6 તારીખની વચ્ચે કેટલાક વિસ્તારોમાં એક સાથે બે ઇંચ થી પાંચ ઇંચ જેટલો વરસાદ ખબકી શકે છે. જ્યારે આ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડવાનું મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. ત્યારે 3 તારીખથી રાહુ અને કેતુની વિશિષ્ટ સંયોગ થતા ગુજરાતમાં ભારે વરસાદનું પ્રમાણ પણ વધી શકે છે. માખી અને મચ્છરનો ઉપદ્ર પણ મોટી માત્રામાં થશે.

  • રમણીકભાઇની આગાહી મુજબ અમરેલી ભાવનગર સુરત અમદાવાદ દ્વારકા જામનગરમાં આ મહિનામાં 80થી 90 ઇંચ વરસાદ પડી શકે છે. આ આગાહી તેમણે ભડલી વાક્યોના આધારે આપી છે.

જેમ જેમ ઓગસ્ટ મહિનો પસાર થશે તેમ વીછી કરડવાનું પ્રમાણ પણ વધારે રહેશે. આ વર્ષે મગફળી, અડદ, એરંડાનો પાક સારામાં સારો આવી શકે છે. સોયાબીન અને અન્ય પાકો માટે પણ આ વર્ષે ઉત્પાદન ખૂબ જ સારું આવી શકે છે. તો રમણિક વામજાએ સમગ્ર ચોમાસાને લઈને વાત કરતા જણાવ્યું કે આ વર્ષે નવરાત્રીમાં, ભાદરવા મહિનામાં હાથિયો નક્ષત્ર બેસે છે. આ નક્ષત્ર દરમિયાન કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ થઈ શકે છે. 

આ વર્ષે ચોક્કસ પહેલા અને બીજા નોરતા દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે. ગરબા ખેલૈયાઓ માટે આ એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય છે. તો ખેડૂતો માટે પણ ખૂબ જ ચિંતાજનક માહિતી કહેવાય. કારણકે નવરાત્રી દરમિયાન ખરીફ પાક ઉત્પાદનની અણી ઉપર હોય છે. આ સમયે જો વાવાઝોડું અને વરસાદ થાય તો તૈયાર પાકને મોટી માત્રામાં નુકસાની થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *