જુલાઈ મહિનાની આ તારીખે થશે કંઈક મોટી નવાજૂની, પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી…
રાજ્યમાં છેલ્લા 24 કલાકથી ઘણા બધા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં ગુજરાતના 200 થી વધારે તાલુકાઓમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે. રાજ્યમાં વાર્ષિક સરેરાશ અત્યાર સુધીમાં 40% વરસાદ થયો છે. અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલે જુલાઈ મહિનાની આ તારીખે કંઈક ગુજરાતમાં નવાજૂની થવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે. તેમની કરેલ આગાહી વિશે આ લેખમાં અમે તમને વિગતવાર જણાવીશું. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈ મહિનામાં વરસાદના ત્રીજા સૌથી મોટા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે. તો આ સાથે જ પૂનમનો હાંડો જોયા બાદ દરિયામાં મોટી હલચલ થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. વરસાદનો વરતારો કાઢવા માટે હવામાન નિષ્ણાતો ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જેમાં પવનની દિશા, ટીટોડીના ઈંડા, વડની વડવાઈ જોઈને ઘણીવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા હોય છે. આ પરંપરા આપણા પૂર્વજોથી ચાલી આવે છે પરંતુ આ વખતે અંબાલાલ પટેલે અષાઢી પૂનમ પરથી હાંડો જોઈને જુલાઈ મહિનાની આ તારીખે નવાજૂની થવાની મોટી આગાહી વ્યક્ત કરી છે.
અષાઢી પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમાની રાત્રે ચંદ્ર જોયા બાદ હાંડો નક્કી કરવામાં આવે છે. આ વખતે અંબાલાલ પટેલે પણ અષાઢી પૂનમનો ચંદ્ર જોઈને હાંડો નક્કી કર્યો છે અને તેના પરથી જુલાઈ મહિનાની આ તારીખે કંઈક નવાજૂની થાય તેવા ભારે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના મત અનુસાર પૂનમનો હાંડો વાતાવરણમાં કેટલો ભેજ છે તે દર્શાવે છે. પૂનમ પર મોટી ભરતી હોય છે. મોટી ભરતીમાં વરાળમાંથી ભેજ કેટલો ઉપર ચડે તેના પરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે.
અંબાલાલ પટેલે અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ આગાહી કરતા જણાવ્યું છે કે જુલાઈ મહિનાની 18 તારીખથી 23 તારીખ સુધીમાં દરિયાકાંઠામાં વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ થશે તો દરિયામાં મોટી હલચલ પણ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં દરિયાનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સુરત, નવસારી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જ્યારે અમદાવાદ ગાંધીનગર, વડોદરા, આણંદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, દ્વારકા અને કચ્છમાં જુલાઈ મહિનાની 18 તારીખે મુશળધાર વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતના ચોમાસાની પેટર્ન કંઇક અલગ જ છે. આ વખતના ચોમાસામાં વિવિધ ભાગોમાં લો પ્રેશર થાય છે. આ લો પ્રેશરમાં એકાએક વરસાદ થાય છે.