આવતા મહિને થશે કંઈક મોટી નવાજૂની, શું વાવાઝોડા સાથે જળપ્રલય થશે? અંબાલાલ પટેલે કરી ધ્રુજારી ઉપાડે એવી આગાહી…

સમગ્ર ગુજરાતમાં ભાદરવા મહિનાના શરૂઆતથી જ વરસાદે દે ધનાધન બોલાવી છે. તો સૌરાષ્ટ્રના હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ આ સિસ્ટમના લીધે ખાસ કરીને દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં ચોમાસું કંઈક મોટી નવાજૂની કરશે તેવું અનુમાન લગાવ્યું છે.

હાલ બંગાળની ખાડીમાંથી સક્રિય થયેલ સિસ્ટમ અરબી સમુદ્ર અને પાકિસ્તાનના ભાગોમાં પહોંચી છે. આ સિસ્ટમની અસર હજુ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ સિસ્ટમ પૂર્ણ થયા બાદ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં બીજી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અને ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં ભારે ચક્રવાતો સાથે તોફાની વરસાદ પડવાની પણ મોટી ધ્રુજારી ઉપાડે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની ઓક્ટોબર મહિનામાં ખૂંખાર વાવાઝોડાની આગાહી સામે આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડા વાળી સિસ્ટમ બંગાળના સાગરમાં સર્જાઇ શકે છે. સાથે અરબી સમુદ્રમાં પણ ભારે હલચલ જોવા મળશે. જેને કારણે ઓક્ટોબર મહિનામાં કંઈક નવાજૂની થઈ શકે છે. 10 ઓક્ટોબર બાદ બંગાળની ખાડી વલોવાતી હોય તેવું લાગશે જેને કારણે નાના મોટા ચક્રવાતો સર્જાશે. સાથે જળ પ્રલય પણ થઈ શકે છે.

અંબાલાલ પટેલે ઓક્ટોબર મહિનામાં બીજી સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. સાથે વાવાઝોડા પણ સક્રિય થશે. આ મહિના બાદ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પણ વરસાદ અને વાવાઝોડાનું પ્રમાણ વધી શકે છે. તેવું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે એટલે કે આગામી દિવસો ગુજરાત માટે ખૂબ જ ભારે રહી શકે છે.

આ વર્ષે ચોમાસું કંઈક અલગ પ્રકારનું છે. ચોમાસાની શરૂઆતમાં આવેલ બિપોર જોય વાવાઝોડાએ ગુજરાતમાં ચોમાસાની પેટર્નમાં ઘણો બદલાવ કર્યો છે. જેને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળુંથી મધ્યમ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ કફોડી જોવા મળી રહી છે. હજુ પણ આગામી દિવસોમાં વાવાઝોડુ ત્રાટકશે તો સંપૂર્ણ રીતે અતિવૃષ્ટિ જેવો દુકાળ પડી શકે છે. આ માહિતીને વધુમાં વધુ આગળ મોકલજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *