એપ્રિલના અંતમાં થશે કંઈક મોટું, ગુજરાતના આ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અંબાલાલ પટેલે કરી ગળે અન્નનો કોળિયો ન ઊતરે એવી આગાહી..
રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો સહિત આખા ગુજરાતમાં ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે આપી છે. તેમણે જણાવ્યું છે કે, હાલ સાત દિવસ સુધી ગરમી વધશે અને કેટલાક વિસ્તારોમાં તો 45 ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે. ત્યારે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ભારે વાવાઝોડા, તાપમાન અને વરસાદ અંગે આગાહી કરી છે તે જોઈએ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, “હવે ધીરે ધીરે પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. ધૂળની ડમરીઓ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગો સાથે આંધી પણ આવશે. જોકે, હમણાં ગરમી વધશે. 25થી 26 એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી થઈ જવાની શક્યતા રહે.”
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, “ઉત્તર ગુજરાત મહત્તમ તાપમાન 43 ડીગ્રી અથવા ઉપર જવાની શક્યતા રહેશે. અને કેટલાક ભાગો દક્ષિણ ગુજરાતના ભાગમાં 42 થી 43 ડિગ્રી થઈ જવાની શક્યતા રહે. અને બે ત્રણ દિવસ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો આવશે.”
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, “એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં ભારે આંધી વાવાઝોડા સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસા પહેલા પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થતી હોય છે. 10 મેથી પવનની ગતિ વધશે. મે મહિનામાં બંગાળના ઉપસાગર ખતરનાક વાવાઝોડા બનશે અને અરબી સમુદ્રમાં 10 મે થી 15 જૂન વચ્ચે વાવાઝોડા બનશે. જેના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે પવનની ગતિ વધુ રહેશે.”
હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે, “ગુજરાતના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે. આગામી 4 દિવસ મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. અને 4 દિવસ બાદ ફરી પવનની દિશા બદલાશે અને મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે. એપ્રિલનો અંત આકરો રહેશે. લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે અત્યારે પણ મોટા ભાગના શહેરનું તાપમાન 42 થી 43 ડિગ્રીએ પહોંચી ગયું છે.”