વાવાઝોડા બાદ થશે કંઈક મોટું, અંબાલાલ પટેલે કરી કંપાવી મૂકે એવી આગાહી, ચક્રવાત બાદ જે થશે તેને વર્ણવવું મુશ્કેલ…
ગુજરાતના દરિયાકાંઠે હવે બસ ગણતરીના કલાકોમાં વાવાઝોડું ટકાવવા જઈ રહ્યું છે. ત્યારે અંબાલાલ પટેલે આ ભયાનક વાવાઝોડાની અસર ગંભીર હોવાની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની મોટી સલાહ પણ આપી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે વાવાઝોડું શાંત થયા બાદ કંઈક એવું થશે જેને વર્ણવવું ખુબજ મુશ્કેલ છે.
અંબાલાલ પટેલે બીપોર જોય વાવાઝોડાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે વાવાઝોડું જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ તે પોતાનું વિક્રાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ વાવાઝોડું 15 જૂને સાંજે જે જગ્યાએ ટકરાશે તે જગ્યાએ પવનની ગતિ 170 થી 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે. આ વાવાઝોડાની તીવ્ર અસરને તારીખ 15 16 અને 17 સુધી કચ્છ, ઉત્તર-મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના ભાગોમાં જોવા મળશે.
અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને સાવચેત રહેવા જણાવ્યું છે કે માલધારીઓને પોતાના પશુઓને યોગ્ય ઊંચાઈવાળી જગ્યા પર સલામત રાખવાની સલાહ આપી છે. જો પશુઓની યોગ્ય કાળજી નહીં લેવામાં આવે તો ઘેટા બકરા તીવ્ર પવનમાં ફંગોળાઈ શકે છે. પ્રાણીઓની ખાસ કાળજી લેવાની મોટી સલાહ આપી છે. કાચા-પતરાવાળા મકાનોને ભારે નુકસાન થશે. દક્ષિણ ગુજરાતનો દરિયો ઘૂંઘવશે અને ભારે મોજા ઉછળશે.
અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે વાવાઝોડું એટલું બધું ઘાતક છે કે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં વાવાઝોડા બાદ પૂર જેવી પરિસ્થિતિ સર્જી શકે છે. કારણ કે વાવાઝોડા દરમિયાન આ વિસ્તારોમાં એક સાથે 25 થી 30 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડું ભારે વિનાશ કરી શકે છે.
આ વાવાઝોડામાં લગભગ પાંચ પ્રકારના પડ છે. જેને કારણે પવનની ગતિમાં પણ ભારે વધઘટ જોવા મળી શકે છે. આ વાવાઝોડું એટલું મોટું છે કે જેની અસર ભારતના અડધા ભાગમાં થઈ શકે છે. વાવાઝોડું સમી ગયા બાદ પણ તેના તારાજીના દ્રશ્યો વર્ષો વરસ સુધી યાદ રહી શકે છે. ઘણા વિસ્તારોમાં પૂર અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાશે. મોટી માત્રામાં વૃક્ષો પડી થઈ શકે છે.
વાવાઝોડામાં ભારે વરસાદને કારણે પાણીની સમસ્યા દૂર થશે, જળાશયોમાં નવા નીર આવશે પરંતુ કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. વાવાઝોડા પછીની જે અસરો થશે તે વર્ણવી કપરી દેખાઈ રહી છે. દેવભૂમિ દ્વારકા કચ્છ ઓખા માં ભારે વરસાદ અને કારણે નદીઓમાં ઘોડાપૂર આવી શકે છે કચ્છમાં વરસાદનું મેઘ તાંડવ જોવા મળશે તેને લઈને અંબાલાલ પટેલે ભયંકર આગાહી વ્યક્ત કરી છે.